સોમનાથ-પોરબંદર-દ્વારકાનો નેશનલ હાઇવે બની ગયા પછી પોરબંદર પંથકમાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે રેલ્વેતંત્રએ એ જ ટ ઉપર રેલ્વેટ્રેક નાખવાનો નિર્ણય લીધો છે તેના કારણે પોરબંદર જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ આસમાનને આંબે તેવું જણાઇ રહ્યુ છે.
૯૨૪ કિ.મી.ની રેલ્વે લાઇન
કોસ્ટલ કોરીડોર પ્રોજેકટ પહેલાથી જ ચાલી રહ્યો છે ત્યારે હવે રેલ્વે મંત્રી ગુજરાતના દરિયાકાંઠે નવી રેલ્વેલાઇન બનાવવાનું આયોજન કરી રહ્યા છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં દસ મોટા રેલ્વે પ્રોજેકટ માટે ફાઇનલ લોકેશન સર્વે કરવા અને વિગતવાર પ્રોજેકટ રિપોર્ટસ તૈયાર કરવા માટે ા. ૫૨.૧૬ કરોડ મંજૂર કર્યા છે. આ પ્રોજેકટસમાં, રેલ્વેએ ૯૨૪ કિ.મી.ની કોસ્ટલ રેલ્વેલાઇનના અંતિમ સ્થાનના સર્વેક્ષણ માટે ા. ૨૩ કરોડ મંજૂર કર્યા છે. આ પ્રસ્તાવિત કોસ્ટલ રેલ્વેલાઇન ત્રણ ભાગમાં બાંધવામાં આવશે. જેમાં પ્રથમ દહેજ-જંબુસર-કથાણા-ખંભાત-ધોલેરા-ભાવનગર લાઇન, ત્યારબાદ ભાવનગર-મહુવા- પીપાવાાવ લાઇન અને છેલ્લે પીપાવાવ- છારા-સોમનાથ-સરડીયા- પોરબંદર- દ્વારકા-ઓખા લાઇનનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીએ કરી સમીક્ષા
નેટવર્ક પ્લાનીંગ ગૃપ ની ૮૯મી બેઠક રોડ, રેલ્વે અને મેટ્રો સેકટરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું મુલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી હતી. એન.પી.જી. એ રાજકોટ મેટ્રો રેલ પ્રોજેકટના આશરે ૪૧ કિ.મી. સહિત આઠ પ્રોજેકટસની સમીક્ષા કરી હતી. જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (મહુઆ) હેઠળ આવે છે.રાજકોટ મેટ્રો પ્રોજેકટ એ ગ્રીનફિલ્ડ શહેરી પરિવહન પહેલ છે. જેનો હેતુ રાજકોટમાં ભીડ ઘટાડવા અને પરિવાહનનું ટકાઉ મોડ પ્રદાન કરવાનો છે. ૪૧.૧૧ કિ.મી.માં ફેલાયેલો, આ પ્રોજેકટ હાલના શહેરી માળખા સાથે સંકલન કરે છે. પ્રાદેશિક રેલ, સીટીબસ સેવાઓ અને મધ્યવર્તી જાહેર પરિવહન, જેમકે ઓટો અને સાયકલ રીક્ષાઓ સાથે મલ્ટીમોડમ કનેકટીવીટી સુનિશ્ર્ચિત કરે છે.નોંધનીય છે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જી.એમ.આર.સી.) એ લાઇટ રેલ ટ્રાન્ઝિટ સીસ્ટમની શકયતા અને સ્કેલ નક્કી કરવા સપ્ટેમ્બર ૨૦૨૧માં એસ.આવય એસ.ટી.આર. અને રાજકોટ મેટ્રો પ્રોજેકટ માટે વિગતવાર પ્રોજેકટ રીપોર્ટ (ડી.પી.આર.) તૈયાર કરવા માટે ટેન્ડર આપ્યુ હતુ.બાદમાં ગુજરાત સરકારે રાજકોટમાં મેટ્રો પ્રોજેકટ બનાવવા માટે ગયા વર્ષે સરકારને ૧૦,૦૦૦ કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ મેટ્રો રેલ સેવા હશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડી.પી.આઇ.આઇ.ટી.)ના જોઇન્ટ સેક્રટરી પંકજકુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (પી.એમ. જી. એસ. એન.એમ.પી.) સાથે સરેખણમાં મલ્ટીમોડલ કનેકટીવીટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે થશે વિકાસ
દહેજથી દ્વારકા સુધીના દરિયાકાંઠે ૯૨૪ કિ.મી.ની રેલ્વેલાઇન નાખવામાં આવશે તેના કારણે પોરબંદરનો વિકાસ આસમાનને આંબશે પ્રવાસન ક્ષેત્રે આ ટ ઉપર ટ્રેનની અવરજવર વધવાથી વધુને વધુ પ્રવાસીઓ પોરબંદર આવશે અને તેનો સીધો લાભ પોરબંદરના વેપાર ઉદ્યોગધંધાને થશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech