ગુજરાત સહિત દેશભરના રાયોમાં ખાધ પદાથોમાં થઈ રહેલી બહોળા પ્રમાણમાં ભેળસેળ પર રોક લગાવવા માટે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે. ખાસ કરીને બજારમાં કૃત્રિમ ચીઝનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. જે તાજા દૂધને બદલે મુખ્યત્વે પામ તેલ, દૂધ પાવડર અને સ્ટાર્ચ અને સહિતના પદાર્થેામાંથી બનતો સસ્તો વિકલ્પ છે. તેના પર રોક લગાવવા માટે રેસ્ટોરન્ટ સંચાલકે આગામી જૂન તેના મેનુમાં પનીર કે ચીઝ અસલી છે કે કૃત્રિમ તે જણાવવું પડશે. જેની સીધી કે આડકતરી અસર ગ્રાહકના ગજવા પર પડી શકે છે. આ કૃત્રિમ પનીરને એનાલોગ પનીર પણ કહે છે. જેથી મેનુમાં પનીર કુદરતી છે કે, એનાલોગ તે દર્શાવવું પડશે.
આ અંગે ગ્રાહક બાબતોનો વિભાગ ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગ્રાહક સંગઠનો સાથે મળીને કડક નિયમો બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેથી નકલી ચીઝના ઉપયોગમાં પારદર્શિતા લાવી શકાય. આ નવા નિયમના કારણે ગ્રાહકોને મેનુ જોઈને જ ખ્યાલ આવશે કે તેઓ શુદ્ધ પનીર કે ચીઝ ખાઈ રહ્યા છે કે બનાવટી. પરંતુ આમ કરવાથી રેસ્ટોરન્ટ સંચાલકોને તેના મેનુ ફરીથી છપાવવા પડશે. તેનો બોત્પ જ ગ્રાહકો પર આવી શકે છે. હોટલ તથા રેસ્ટોરન્ટમાં પનીરની ડીશ ઓર્ડર કરતી વખતે ગ્રાહકો ગુમરાહ ન થાય તે માટે તેઓને નકલીને બદલે શુદ્ધ પનીર આરોગવા મળશે. પરંતુ તેના કારણે તેને મળતી પનીર કે ચીઝની વાનગી મોંઘી બનશે.
આ અંગે ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરેન્ટના સંચાલક ગોપાલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે દૂધમાંથી બનતું પનીર તેઓ જાતે બનાવે છે તે ૪૦૦ પિયા પ્રતિ કિલોમાં પડે છે. યારે કૃત્રિમ પનીર તેના કરતાં અડધી કિંમતમાં બજારમાં ઉપલબ્ધ હોય છે. જેના કારણે ગ્રાહકો ભેળસેળયુકત પનીર કે ચીઝની બનાવટો આરોગતા હોય છે. ખાસ કરીને ચોક્કસ કંપનીના ચીઝ કે પનીરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વાનગી મોંઘી બને છે. યારે કૃત્રિમ ચીઝમાંથી બનતી વાનગી સોંઘી હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ રીતે મેનુમાં દર્શાવતા જે રેસ્ટોરન્ટ સંચાલકો અને ગ્રાહકો શુદ્ધતાનો આગ્રહ રાખે છે તે બંનેને ફાયદો થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech