અમેરિકામાં થેંકસગિવીંગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પહેલા આજે સવારથી જ ક્રૂડ ઓઈલના ભાવમાં હલચલ જોવા મળી રહી છે. અમેરિકામાં આજે સવારે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને ત્યારબાદ ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને અંદાજો અચાનક બદલાતા જોવા મળી રહ્યા છે.
વૈશ્વિક બજારના નિષ્ણાતોએ આગાહી કરી હતી કે અમેરિકામાં થેંકસગિવીંગના અવસર પર ક્રૂડ ઓઈલનો ભંડાર ઓછો રહેશે કારણ કે મોસમી અને તહેવારોની માંગ વધુ જોવા મળશે. જો કે આવું ન થયું અને હાલમાં અમેરિકામાં માંગ ઘટી છે. તેના કારણે યુએસએમાં ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું છે અને આ મુશ્કેલીનું કારણ બની શકે છે. અમેરિકા અને ચીન જેવા તેલનો વપરાશ કરતા દેશોમાં માંગમાં ઘટાડો થયો છે અને જાન્યુઆરીમાં સંભવિત ઈંધણ કાપને ધ્યાનમાં લેતા ઓપીઈસીપ્લસ દેશોના સમાચાર મહત્વપૂર્ણ છે.
હાલમાં વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૭૩.૨૪ ડોલરના દરે ઉપલબ્ધ છે, જોકે વેસ્ટ ટેકસાસ ઈન્ટરમીડિયેટ એટલે કે ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ ૭૦ ડોલરની નીચે છે. ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ ૬૯.૧૧ ડોલરના દરે ઉપલબ્ધ છે.
અમેરિકાના બજારોમાં ભલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ યારે પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે ત્યારે તેની સારી અસર ભારતમાં જોવા મળી શકે છે ઈંધણ (પેટ્રોલ– ડીઝલ)ના દર સસ્તા થવાની આશા છે. જો કે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી હાલમાં આ અંગે કઈં કહેવામાં આવી રહ્યું નથી. જો આપણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર નજર કરીએ તો તે લાંબા સમયથી સમાન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech