જોખમી સ્ટટં કરી તેની રિલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં ગઈકાલે વધુ એક આવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખસો જાહેરમાં પૂરપાટ ઝડપે બાઈક ચલાવી જોખમી સ્ટટં કરતા હોય તેવું નજરે પડું હતું. આ મામલે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી આ પ્રકારે સ્ટંટબાજી કરનાર ત્રણ સગીર સહિત નવ શખસોને ઝડપી લઇ વિદ્ધ ગુનો નોંધી પાંચ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના દેવપરા મેઇન રોડ પર જાહેરમાં કેટલાક શખસો બાઈક પર જોખમી સ્ટટં કરતા હોય અને પૂરપાટ ઝડપે વાહન ચલાવતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોને લઈ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન.વસવા તથા રાઇટર નિલેશભાઈ સહિતના સ્ટાફે તપાસ શ કરી હતી.
પોલીસે વીડિયોમાં દેખાતા આ શખસોને ઓળખી લીધા બાદ આ પ્રકારે જાહેરમાં સ્ટટં કરી પોતાના તથા અન્યના જીવ જોખમમાં મુકનાર આ શખસોને ઝડપી લઇ પાંચ બાઇક કબજે કર્યા હતા. આ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ છ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં સાગર જગદીશભાઈ મેવાસીયા (ઉ.વ ૧૮ રહે. સહકાર નગર મેઇન રોડ ઘનશ્યામનગર શેરી નંબર ૮), ઈમ્તિયાઝ ફિરોજભાઈ અજમેરી (ઉ.વ ૧૯ રહે. રાધાકૃષ્ણનગર), મનીષ હર્ષદભાઈ ડાંગર (ઉ.વ ૨૧ રહે. ભૂતનાથ ડેરી પાછળ, રાધાકૃષ્ણ નગર), હિમાલય ભરતભાઈ ગોસ્વામી (ઉ.વ ૧૯ રહે. નાડોદાનગર), બાબરીયા કોલોની મેઇન રોડ પર રહેતા વસીમ ફિરોજભાઈ શાહમદાર (ઉ.વ ૧૮) તથા રાધાકૃષ્ણનગર, જંગલેશ્વર મેઇન રોડ રહેતા ત્રણ સગીર સહિત કુલ ૯ શખસો સામે બીએનએસ કલમ ૨૮૧ તથા એમવી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech