બગસરામાં પાલિકા દ્રારા ભ્રષ્ટ્રાચારની હદ વટાવી નાખી હોય તેમ અનેક સારા રસ્તાઓ તોડીને નવા બનાવવાનું કામ ચાલુ છે, ત્યારે હાલમાં જ બનેલો જુના સ્વામિનારાયણ મંદિર બગલી ચોક, ગોકુલપરા, નદીપરા,મફતિયાપરા,આ તમામ જગ્યા એ સારો રોડ તોડી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જયારે આ તમામ રોડ ફકત ૧૫ થી ૩૦ દિવસ જેટલો જ સમય થયો છે, ત્યારે આ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. આ રોડ આશિયાના કન્ટ્રકશન દ્રારા રીસફિગ કામનો કોન્ટ્રાકટ રાખવામાં આવેલ હતો જેના પેટા કોન્ટ્રાકટર વાકિયાવાળા બ્રિજેશભાઈ અકબરીને આપવામાં આવેલ હતો, જયારે આ તમામ કામોની કિંમત અંદાજિત ૭૮ લાખ જેવી છે જે ત્યારે હાલમાં આ રસ્તાની હાલત અતિ બિષ્માર થઈ ગઈ છે આ રસ્તા ઉપર થી કાંકરીઓ નીકળી ખાડાઓ પડી ગયા છે, પરંતુ પાલિકા દ્રારા આ કન્ટ્રકશન કંપની ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી. અને હાલમાં આવા નવા બનાવેલા રોડ ઉપર થિગડા મારી પ્રજાના પિયાનો વ્યય કરી રહ્યા છે,ત્યારે વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયા દ્રારા આવા લોકોનો ભાંડો ફોડવાનો પ્રયત્ન કરી સોસીયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે, કે બગસરા પાલિકા તેમજ એન્જીનીયર ઉપર સીધો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, આ તમામ લોકો દ્રારા ભ્રસ્ટાચારની હદ વટાવી દીધી છે, અને પ્રજાના પૈસાનો ધુમાડો કરી નાખ્યો હોય તેમ લોકોના પિયા વેડફી નાખ્યા છે અને હવે લોકોને ઐંધા ચશ્મા પહેરાવતા સતાધીશો તેમજ એન્જીનીયર દ્રારા થીગડાં મારવામાં આવે છે.અને પોતાના ખીસ્સાઓ ભર્યા કરે છે. શહેરમાં આવા ઘણા બધા એવા રસ્તાઓ છે જે રીસફિગના નામે સારા રસ્તા તોડીને નવા બનાવવાનું કામ કરી રહ્યા છે,પરંતુ તમામ વિસ્તારોમાં કાંઈક આવી જ હાલત છે, યારે આ તમામ રોડની ત્રણ વર્ષ ની ગેરંટી છે અને કાય પણ થાય તો એજન્સી બંધાયેલ છે છતાં થીગડાં મારવામાં આવે છે તો પાલિકા અને કોન્ટ્રાકટર તેમજ એન્જિનિયરની મીલી ભગત હોય એવું લાગી રહ્યું છે. જિલ્લ ાના ઉપરી અધિકારી આવા તમામ રસ્તાઓનું ચેકિંગ કરે તો ઘણો બધો ભ્રષ્ટ્રાચાર સામે આવે એમ છે. તો લોકોમાં માંગ ઉઠી છે કે આ રસ્તાઓને ફરી બનાવવામાં આવે નહિ કે થીગડાં મારવામાં આવે, અને જો આવા ભંગાર હાલતમાં બનાવેલા રસ્તાને ફરી નવો બનાવવામાં નહીં આવે તો સતાધીશો વિદ્ધ આંદોલન કરી નગરપાલિકાને ઘેરાવ કરવાની લોકો દ્રારા ચીમકી આપવામાં આવી છે.
જયારે આ બાબતે એન્જીનીયર પ્રિયંકભાઈ નારીયાને પૂછતાં તેમણે જણાવ્યું કે ઘણી વખત રેતી અથવા કાંકરી ઉપરથી નબળી આવી ગઈ હોઈ અથવા વધુ પ્રમાણમાં પાણી છટાઈ ગયું હોય એવા કિસ્સાઓમાં ઉપરની લેરનું સિમેન્ટ ઉખડી જવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે તો આ તમામ રોડનું જે જગ્યાએ કાંકરીઓ નીકળી છે ત્યાં મેન્ટેનન્સ કરવાની કામગીરી ચાલુ છે યારે આમાં કોઈ ભ્રષ્ટ્રાચાર નથી.
યારે આ બાબતે વિરોધ પક્ષના નેતાને પૂછતા તેમણે જણાવ્યું કે યારે માલ નબળો આવતો હતો ત્યારે એન્જિનિયર કેમ મૌન હતા અને યારે પાણી વધુ પ્રમાણમાં કે ઓછું પીવડાવવામાં આવ્યું ત્યારે તપાસ કરવા કેમ ના આવ્યા તેના આપેલા જવાબ તદ્દન પાયા વિહોણા છે પોતાનો બચાવ કરવા આવા લુલા જવાબ આપે છે.અધિકારી, સતાધિશો તેમજ એન્જીનીયર અને કોન્ટ્રાકટરની મિલીભગતથી આ રોડની દુરદર્શા થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech