જામનગરમાં મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા સતત દશમાં વર્ષે ચકલીના માળા તથા પાણીના કુંડાનું સંસ્થાકીય સહયોગથી વિતરણ કરાશે: શહેરના હવાઈચોક, લાલબંગલા, પંચેશ્વર ટાવર અને ડી.કે.વી. સર્કલ પાસે શહેરીજનો ને વિનામુલ્યે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે
જામનગર : કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે શહેરમાં માળા અને પાણીના કુંડા વિનામુલ્યે વિતરણ કરાશે. મહિલા કોર્પોરેટર દ્વારા સતત દશમાં વર્ષે આ પ્રકારનું આયોજન થશે. આ આયોજનમાં શહેરની સેવાભાવી તેમજ સ્વેચ્છીક સંસ્થાઓ પણ સહયોગી બનશે જેમાં લાખોટા નેચર કલબ, જામનગર ફોટોગ્રાફર એશોસીએશન, નવાનગર નેચર કલબ, ભારત તીબ્બત સંઘ જામનગર, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ), જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (પુર્વ) અને જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (સુપર) જોડાયેલ છે.
આગામી ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિતે જામગરમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણપ્રેમી, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે ચકલીના માળાઓ તેમજ પક્ષીઓને પાણી પીવા માટે બાઉલનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જામનગરમાં દશમાં વર્ષે દસ હજાર માળા તેમજ પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવનાર છે.
ભાજપના વોર્ડ નં. ૨ ના સિનિયર મહિલા કોર્પોરેટર તેમજ ભારત તીબ્બત સંઘ પ્રદેશ મહિલા સચિવ ડિમ્પલબેન રાવલ તેમને મળતા કોર્પોરેટર તરીકેના આર્થિક ભથ્થાનો ઉપયોગ વિશ્વ ચકલી દિવસ પર દરવર્ષ ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ પર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિનામુલ્યે ચકલીના માળાઓ તેમજ પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી લુપ્ત થતી ચકલીઓને બચાવવા રકમનો સદઉપયોગ કરે છે.
ડિમ્પલબેન દ્વારા છેલ્લા નવ વર્ષમાં અંદાજે પંચોતેર હજાર ચકલીના માળાઓ અને પંદર હજાર પીવાના પાણીના બાઉલનું વિતરણ કરાયું છે. આ વર્ષે આગામી ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ ઉપર પણ વિનામુલ્યે માળા અને બાઉલનું વિતરણ કરવામાં આવનાર છે. તદનુસાર શહેરના હવાઈ ચોકમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી, લાલબંગલા સર્કલ પર બપોરે ૧૨ થી ૦૧ વાગ્યા સુધી અને પંચેશ્વર ટાવર નજીક સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી, ડીકેવી સર્કલ ઉપર સાંજે ૬ થી ૭વાગ્યા સુધી ચકલીના માળાઓ તેમજ પક્ષીઓને પીવા માટો પાણીના બાઉલનું વિનામુલ્યે વિતરણ રાજકીય આગેવાનો, મહાગરપાલિકાના પદાધિકારીઓ, સંતો-મહંતો, ભાજપ સંગઠનના આગેવાનો, મહિલા સંસ્થાના હોદેદારો, બ્રહમ સમાજના આગેવાનો દ્વારા કરાશે. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવા માટે પાણીના બાઉલ તેમજ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ચકલીના માટી તેમજ પુઠાના માળાઓ શહેરીજનો તેમના ઘર, ફળીયા અને અગાસી ઉપર રાખી જીવદયાના આ સત્કાર્યમાં મદદરૂપ થાય તે માટે કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓએ અપીલ કરી છે.
માળા વિતરણના સ્થળ અને સમય
હવાઈ ચોક - સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦
લાલ બંગ્લા સર્કલ - બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦
પંચેશ્વર ટાવર - સાંજે ૪.૦૦ થી ૫.૦૦
ડી.કે.વી. સર્કલ - સાંજે ૬.૦૦ થી ૭.૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech