રાજકોટમાં ગઇકાલે રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષમાં આજી કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં રાજયમાં ગુનાખોરીને અંકુશમાં લાવવા અને કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બાદમાં ડીજીપીએ આંકડાકીય માહિતી સાથે રાજયમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યેા હતો.સાથોસાથ તેમણે કહ્યું હતું. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, પોલીસ ગુનેગારો પર વોચ રાખશે અને તેને ગુનાખોરી છોડાવી મુખ્ય સ્ટિ્રમમાં જોડવાનો પ્રયાસ કરશે.
રાયના પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં શુક્રવારે પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાયના ૪ શહેરના પોલીસ કમિશનર, ૯ રેન્જ આઇજી અને પોલીસ ભવનના અધિકારીઓ જોડાયા હતા, દર મહિને યોજાતી આ કોન્ફરન્સમાં રાયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કોન્ફરન્સ બાદ રાયના પોલીસવડા વિકાસ સહાયે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
ડીજીપી સહાયે કહ્યું હતું કે, પોલીસ અને લોકો વચ્ચે કોમ્યુનિકેશનનો સેતુ બંધાય તેવા હેતુથી તેરા તુજકો અર્પણ, ત્રણ વાત તમારી–ત્રણ વાત અમારીથી લોકોને પોલીસની સારી કામગીરીનો અનુભવ થઇ રહ્યો છે, તેરા તુજકો અર્પણ હેઠળ ૫૭૦ કાર્યક્રમો યોજાયા છે જેમાં લોકોને .૪૭ કરોડનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે, ૧૪૪૮ ત્રણ વાત તમારી–ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજીને લોકોની મુખ્ય સમસ્યા જાણી છે.
ડીજીપીએ જણાવ્યું હતું કે,હાલના સમયમાં સાયબર ફ્રોડએ મોટો પડકાર છે. સાયબર ફ્રોડને અટકાવવા માટે લોકોએ જાગૃત રહેવું પડશે.પોલીસ દ્રારા પણ સાયબર અવરનેશના કાર્યક્રમ સતત યોજાઇ રહ્યા છે.આગામી સમયમાં પણ યોજાતા રહેશે.
ડીજીપીએ કહ્યું હતું કે, કેટલાક ગુનેગારો એક જ પ્રકારના વાંરવાર ગુના કરતા હોય છે આવા ગુનેગારો પર વોચ રાખવા માટે મેન્ટર યોજના શ કરાઇ છે, જેમાં ૮૬૪૦ ગુનેગારોને ઓળખી તેના પર ૮૬૪૦ પોલીસ કર્મચારીઓને મેન્ટર બનાવ્યા છે, આ મેન્ટર ગુનેગારો પર વોચ રાખશે અને તેને ગુનાખોરી છોડાવી મુખ્ય સ્ટિ્રમમાં જોડવાનો પ્રયાસ કરશે.
પોલીસની કામગીરીનો મુખ્ય મદાર પોલીસ સ્ટેશન પર
ડીજીપીએ કહ્યું હતું કે,પોલીસની કામગીરીનું બેઝીક યુનિટ પોલીસ સ્ટેશનની કામગીરી છે. જો તેમાં સુધારો થાય છે તો સમગ્ર પોલીસની કામગીરીમાં સુધારો જોવા મળે. જેને ધ્યાને લઇ વરિ અધિકારીઓ દ્રારા તમામ પોલીસ મથકોનું એન્યુઅલ ઈન્સ્પેકશન કરવામાં આવે છે. આ માટે વરિષ્ઠ અધિકારીઓ ત્રણથી ચાર દિવસ ઇન્સ્પેકશન કરી નાઈટ હોલ્ટ પણ કરે છે.એક માસમાં આ રીતે એસપી રેન્કના અધિકારીઓ દ્રારા ૧૩૦ નાઇટ હોલ્ટ કરવામાં આવ્યા છે
ગુનાખોરી ઘટી: ડીજીપીએ આપેલી આંકાડાકીય માહિતી
રાજય પોલીસવડાએ કહ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો થયો છે, આ વર્ષે હત્યાના ૩૪ ઓછા ગુના બન્યા છે, હત્યાની કોશિશના ૬૩, સામાન્ય ઇજાના ૧૯૬, ધાડના ૩૩, લૂંટના ૩૬, ચોરીના ૩૮૫૩, ઘરફોડી ચોરી દિવસની ૬૬, ઘરફોડ ચોરી રાતની ૪૧૨, પોકસોના ૫૦, એટ્રોસીટીના ૭૧ ગુના ઘટયા છે.જયારે માદક પદાર્થની હેરફેરના એનડીપીએસના બનાવોમાં વધારો થયો છે.ગત વર્ષની સરખામણીએ ૧૨ ગુના વધુ નોંધાયા છે.
રાત્રે પણ મહિલાઓ સલામત નીકળી શકે તે જવાબદારી મારી: ડીજીપી
રાજયમાં રાતના સમયે ક્રાઈમ રેટ વધે છે અને તેની પાછળનું કારણ મોડી રાત સુધી ખુલ્લી રહેતી ખાણીપીણીની દુકાનો, લારીઓ વગેરે છે. જેથી રાત્રે ૧૨ વાગ્યે અગાઉની જેમ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો બધં કરાવવા બાબતે કોઈ વિચારણા છે કે કેમ તેવા સવાલના જવાબમાં ડીજીપીએ કહ્યું કે, ગુજરાત સલામત રાજય છે તેવી આપણે જાહેરાતો કરીએ છીએ. ગુજરાતની મહિલાઓ રાત્રે દાગીના પહેરીને પણ સલામત ફરી શકે છે, આપણે તેનું ગૌરવ લઈએ છીએ.આ સ્થિતિમાં રાત્રે પણ મહિલાઓ સલામત રીતે ફરી શકે તે જવાબદારી મારી છે.
શહેર શ્રેષ્ઠઓ સાથે બેઠક
રાજય પોલીસવડા વિકાસ સહાયે રાજકોટમાં પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજયા બાદ સમાજ શ્રેષ્ઠઓ સાથે બેઠક બોલાવી હતી. જેમાં રાજકોટની સમસ્યા અંગે ગહન વિચાર–વિમર્શ કર્યેા હતો. આ બેઠકમાં ટોચના ઉધોગપતિઓ, વકીલો, ડોકટરો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે ડીજીપીએ ૪૫ મિનિટ સુધી વન ટુ વન વાત કરી હતી.આ બેઠકમાં ઉધોગપતિ મૌલેશ ઉકાણી, પરાક્રમસિંહ જાડેજા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, ડો.અમિત હપાણી, ડો.જયેશ ડોબરિયા, ડો.પારસ શાહ ઉપરાંત ગુણવંતભાઈ ડેલાવાળા, સીનિયર એડવોકેટ અર્જુન પટેલ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech