વર્ષોથી દરબારગઢ, બર્ધનચોક, ચાંદીબજાર, માંડવી ટાવર વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાથી લોકો ત્રસ્ત થયા બાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને એસ.પી. પ્રેમસુખ ડેલુ વચ્ચે મીટીંગ યોજાયા બાદ લેવાયો નિર્ણય
જામનગર શહેરમાં કોર્ટના આદેશ છતાં પણ નો-હોકીંગ ઝોનનો અમલ થતો ન હોવાની થોકબંધ ફરિયાદો આવ્યા બાદ બર્ધનચોક વિસ્તારના વેપારીઓએ રાજયના મુખ્યમંત્રીને પણ આ અંગે રજુઆત કરી ટ્રાફિક સમસ્યા નિવારવા આદેશ આપવા માંગણી કયર્િ બાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને એસ.પી. પ્રેમસુખ ડેલુએ બર્ધનચોક વિસ્તારની મુલાકાત લઇને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પરામર્શ કરી હતી અને ત્યારબાદ બર્ધનચોક વિસ્તારમાં પોલીસ અને એસ્ટેટ વિભાગની સંયુકત ચોકી બનાવીને તેમાં 4-4 કર્મચારીઓને ફરજ આપવા નિર્ણય કરાયો હતો અને હવે આ ચોકીનું કામ શ થઇ ગયું છે અને ત્યાં નિમાયેલા કર્મચારીઓ દરબારગઢ અને બર્ધનચોકની વકરી રહેલી સમસ્યા ઉપર બાજ નજર રાખશે.
કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખીને અવારનવાર બર્ધનચોક વિસ્તારમાં મેગા ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ એક-બે કલાકમાં જ રેકડી અને પથારાવાળાઓ ફરીથી ગોઠવાઇ જાય છે, એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કેટલાક વેપારીઓ બર્ધનચોકમાં રેકડી અને પથારાવાળાઓને પોતાની પોતાની દુકાન પાસે ઉભા રાખવા અને બેસવા રીતસરનું માસીક ભાડુ લે છે જેને કારણે સમસ્યા વકરે છે તેવા આક્ષેપો પણ થાય છે.
થોડા દિવસથી મ્યુ.કમિશ્નરની સુચનાથી બર્ધનચોકને ચોખ્ખો કરવા ઓપરેશન અવારનવાર શ કરવામાં આવે છે, અનેક રેકડી અને પથારા જપ્ત કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 500 થી વધુ ત્રાજવા, તોલા અને કાંટા જપ્ત કરાયા છે, જપ્ત થયેલો માલ દંડ ભરીને છોડાવવા માટે લોકો આવતા નથી, પરંતુ અવારનવાર દબાણ હટાવ ડ્રાઇવ કયર્િ બાદ પણ પરિસ્થિતિમાં ખાસ કોઇ ફરક પડતો નથી.
લોકો અને વેપારીઓએ આ સમસ્યા કાયમી નિવારવા માટે જિલ્લા કલેકટર અને કમિશ્નર તેમજ એસ.પી. સમક્ષ પણ રજૂઆત કરી હતી, આખરે પોલીસ અને કોર્પોરેશનને સાથે મળીને આ વિસ્તારમાં એટલે કે બર્ધનચોકમાં ચોકી બનાવવા નિર્ણય કર્યો છે જેનાથી આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનો હલ થશે અને આ કામચલાઉ ચોકી તૈ્યાર પણ થઇ ગઇ છે, કેટલાય વર્ષોથી બર્ધનચોકમાં ટ્રાફીક સમસ્યા વકરતી જાય છે.
બર્ધનચોકમાં એક વખતના કમિશ્નર અને હાલમાં સચીવ પદે રહેલા અશ્ર્વિનીકુમારે દબાણ હટાવ ઝુંબેશ કરીને બર્ધનચોકમાંથી સીટી અને એસ.ટી. બસ નિકળે એવી વ્યવસ્થા કરી હતી, ત્યારબાદ ટુંકાગાળામાં અશ્ર્વિનીકુમારની બદલી જુનાગઢ થઇ જતાં ફરીથી જૈસે થે તેવી સ્થિતિનું નિમર્ણિ શ થયું હતું, મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ હાલમાં બનાવાયેલી ચોકીમાં એસ્ટેટ શાખા અને પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવશે અને દર અડધા કલાકે આ વિસ્તારનું મોનીટરીંગ પણ કરશે જેના કારણે પથારાવાળા અને રેકડીવાળાઓ આ રસ્તા ઉપર દબાણ ન કરે. વાત તો સારી છે, પરંતુ આ કાયમી રીતે અમલ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, અવારનવાર રેકડી અને પથારા જપ્ત થતાં હોવા છતાં આ સમસ્યામાં કોઇપણ જાતનો એવો ફેરફાર થયો નથી. હાલમાં કોર્પોરેશન અને પોલીસની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ આ ઝુંબેશ કાયમી રહે અને રસ્તો કલીયર રહે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech