ગીતાનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરનું આડેધડ ખોદકામ કોંગ્રેસે અટકાવ્યુ

  • May 23, 2025 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરનું આડેધડ ખોદકામ ચાલી રહ્યુ છે અને છેલ્લા ૨૦ દિવસથી આ ખોદકામ અનુસંધાને લોકો અવરજવર પણ કરી શકે નહી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કોન્ટ્રાકટના તમામ નિયમોનો ઉલાળીયો કરીને કોન્ટ્રાકટરો મનમાની ચલાવી રહ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોવાથી અંતે કોંગ્રેસ મેદાને આવ્યુ હતુ અને કોંગ્રેસના આગેવાનોએ ભુગર્ભ ગટરનું કામ અટકાવી દીધુ હતુ અને કોન્ટ્રાકટરોને ફરજનું ભાન કરાવીને નિયમ પ્રમાણે કામ  થાય તો જ કામ કરવા દેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. હકીકતે આ કામ મહાનગરપાલિકાના અધિકારીઓએ કરવાનું છે પરંતુ તેઓ લોકોની પીડા સમજતા નહી હોવાથી અને જડ જેવા બની ગયા હોવાથી નાછૂટકે કોંગ્રેસને મેદાને આવવુ પડયુ હતુ.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસ કરતા વધુ સમયથી ભુગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યુ છે અને ઉંડા ખાડા ખોદી દીધા બાદ લોકો અવરજવર પણ કરી શકે નહી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ મુદ્ે સ્થાનિકોએ કોન્ટ્રાકટરોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેઓ કોઇને દાદ દેતા ન હતા તેથી કોંગ્રેસ સુધી આ ફરિયાદ પહોંચતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઇ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા સહિત યુવાનો પહોંચી ગયા હતા અને ત્યાં જઇને તપાસ કરતા ચારેય બાજુ ઉંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા બાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે કે લોકો તેમના ઘરે પણ જઇ શકતા નથી. મહિલાઓ અને વૃધ્ધોને અવરજવરમાં વિશેષ પરેશાની વેઠવી પડે છે.તો હાલ વેકેશન હોવા છતાં બાળકો બહાર રમવા જઇ શકતા નથી. આ મુદ્ે કોન્ટ્રાકટરને રજૂઆત કરી હોવા છતાં તેઓ જવાબ દેતા નહી હોવાથી અંતે કોંગ્રેસના આગેવાનોએ કોન્ટ્રાકટરોને સ્થળ ઉપર મહાનગરપાલિકાની પરમીશન અને ટેન્ડરની કોપી માંગી હતી. કોન્ટ્રાકટરોએ એવુ જણાવ્યુ હતુ કે મહાનગરપાલિકા ખાતે બધી વિગત હશે.
આથી નિયમના જાણકાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરાએ કોન્ટ્રાકટરને કાયદો સમજાવીને જણાવ્યુ હતુ કે જ્યાં ખોદકામ થતુ હોય ત્યાં આગળના ભાગે ડાઇવર્ઝનના બોર્ડ મુકવાની સાથોસાથ ડાયવર્ઝન બનાવવુ ફરજિયાત છે એટલું જ નહી પરંતુ ખાડા ખોદેલા હોય ત્યાં સાઇનબોર્ડ મુકવા પણ જ‚રી છે. 
ખોદકામ થઇ ગયા બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવો ટેન્ડરના નિયમમાં છે આમ છતાં તમે એકપણ નિયમનું પાલન કરતા નથી અને લોકોને બાનમાં લઇ રહ્યા છો ત્યારે અમો કામ થવા દેશું નહી આમ કહી કોંગ્રેસે આ કામને અટકાવી દીધુ હતુ. અને જ્યાં સુધી  ટેન્ડરના નિયમ પ્રમાણે કામ થાય નહી ત્યાંસુધી કોઇપણ કામ આગળ વધવા દેવાશે નહી તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી.
આમ, પ્રથમ વખત કોંગ્રેસ લડાયક મુડમાં અને ખરાઅર્થમાં લોકોને મદદ‚પ બનવા માટે આગળ આવી હોય તેવુ અનુભવાતુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application