આજથી અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્ર્રીય અધિવેશનનો પ્રારંભ

  • April 08, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગભગ છ દાયકા બાદ આજથી બે દિવસ ગુજરાતના આંગણે કોંગ્રેસનો રાજકીય જમાવડો શ થયો છે ન્યાય પથની થીમ ઉપરના મળનારા અધિવેશનમાં ભાગ લેવા દેશભરમાંથી ૩ હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ અને ડેલીગેટ ગુજરાત આવ્યા છે.
આજે સવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્ર્રીય કાર્યકારીણી મળી હતી. ગાંધી–સરદારની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતીના તટે ન્યાય પથ અંતર્ગત સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના સાથે આ અધિવેશન યોજાશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ મલ્લિ કાર્જુન ખડગેસંસદીય પક્ષના ચેરપર્સન સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહત્પલ ગાંધી સહિતના દિગ્ગજો બે દિવસ ગુજરાત અને દેશની પ્રવર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી ગરીબ, મધ્યમ વર્ગ, એસ.સી. એસ.ટી , ઓબીસી અને લઘુમતી, વેપારી, ખેડૂત, યુવા, વિધાર્થી અને જરિયાતમદં સહિત સમાજના તમામ વર્ગેાનો અવાજ બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, રાષ્ટ્ર્રીય પ્રવકતા પવન ખેરા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વ્યકત કર્યેા છે.
રાષ્ટ્ર્રીય અધિવેશન અંગે પત્રકાર પરિષદને સંબોધતા  એઆઈસીસીના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ જણાવ્યું કે, કોંગ્રેસનું કોઈ એક નેતા નિર્ણય લે અને બધા તેનું પાલન કરે તે સંભવ નથી. કોંગ્રેસમાં કયારેય આવું નહીં થાય. અંગ્રેજોના શાસન સામે કોંગ્રેસના નેતાઓએ જનતાને સાથે રાખીને અંધાં દૂર કયુ હતું. અંધાં દૂર કરવું એ સતત સંઘર્ષ છે. ગુજરાતમાં છેલ્લ ા ૩૦ વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ રાજકીય પાર્ટીથી વધુ છે, કોંગ્રેસ સમાજનો અવાજ છે. સમાજના અવાજને દબાવી શકાશે નહીં.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શકિતસિંહ ગોહિલ કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા નું પુન:સ્થાપન વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યેા હતો આ અધિવેશનની થીમ સરદાર સાહેબ પૂય મહાત્મા ગાંધીના વિચારોને આધારિત છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં ગાંધીજીના વિચારોથી ઊલટું શાસન ચાલે છે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ ન્યાય પથ પર સંકલ્પ સમર્પણ અને સંઘર્ષના નારા સાથે વર્તમાન શાસકો સામે લડાઈ લડશે


નેતાઓની એન્ટ્રી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ

આજથી શ થયેલા કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધિવેશન માટે શાળામાં તૈયારીઓ શ કરવામાં આવી છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્ર્રીય નેતાઓ સાથેની તસવીરો સાથેના પોસ્ટર કાર્યક્રમ સ્થળની આસપાસ લગાવાયા છે. વર્તમાન પ્રદેશ પ્રમુખની તસવીર જ ગાયબ થઈ ગઈ છે રાષ્ટ્ર્રીય નેતાઓ મલ્લિ કાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહત્પલ ગાંધી સહિતના નેતાઓની એન્ટ્રી પહેલા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ જામ્યું છે.
ગુજરાત કોંગ્રેસ નેતાઓ માટે આશ્રમ રોડ પર અને અધિવેશનની આસપાસના વિસ્તારમાં ૩૫ જેટલી હોટલ બુક કરવામાં આવી છે પક્ષના રાષ્ટ્ર્રીય પ્રમુખ ખડગે સોમવારે સાંજે આવી પહોંચ્યા હતા સોનિયા ગાંધી રાહત્પલ ગાંધી આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સવારે ૧૧:૦૦ કલાકે સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે કોંગ્રેસ વકિગ કમિટીની બેઠક યોજાઈ હતી. ગઈકાલે અધિવેશનનું કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું સરદાર સાહેબની લીટી ટૂંકી કરનારને સીધો સંદેશો આપવાની હાકલ કરવામાં આવી હતી

આજના દિવસનો કાર્યક્રમો
– સવારે ૧૧:૩૦ વાગે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્ર્રીય કાર્યકારીણીની બેઠક મળી
– સાંજે પાંચ વાગ્યે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન.
– સાંજે ૭:૦૦ કલાકે રિવરફ્રન્ટ પર અધિવેશનના સ્થળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

રાહુલ અને પ્રિયંકા ગુજરાતનો પ્રવાસ વધારશે
રાહુલ પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતનો પ્રવાસ વધારે તેવા સંકેત મળી રહ્યા છે ગુજરાત પર નજર રાખવા રાહત્પલના ત્રણ વિશ્વાસુ નિયમિત રીતે ગુજરાતની મુલાકાત લેશે ઉપરાંત ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને પણ આગળ કરાવવામાં આવશે કોંગ્રેસના અધિવેશન બાદ પ્રિયંકા ગાંધી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે થઈને ગુજરાતની અવારનવાર મુલાકાત લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application