દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, પરંતુ હવે ચિકનગુનિયાએ પણ લોકોની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં, મહારાષ્ટ્ર્રના પુણેમાં તાજેતરમાં ચિકનગુનિયા વાયરસનો એક નવો પ્રકાર સામે આવ્યો છે. આ નવો પ્રકાર વધુ ઝડપથી ફેલાય છે અને તેના લક્ષણો વહેલા દેખાય છે.અને આવા દર્દીઓમાં સાજા થવું થોડું વધુ મુશ્કેલ હોવાની સામે આવ્યું છે.
હાલમાં દેશના વિવિધ ભાગોમાં વિવિધ રોગો પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે. એક તરફ કેરળમાં નિપાહ વાયરસ તબાહી મચાવી રહ્યો છે તો બીજી તરફ કર્ણાટકમાં ડેન્ગ્યુના કહેરથી તેને મહામારી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજધાની દિલ્હી સહિત અન્ય ઘણા શહેરોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર્રના પુણેથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, મચ્છરો દ્રારા ફેલાતા ચિકનગુનિયા વાયરસનો એક નવો પ્રકાર અહીં સામે આવ્યો છે.
પુણેમાં આ નવા પ્રકારનો ઝડપથી ફેલાવો અને તેના લક્ષણો (ચિકનગુનિયાના લક્ષણો)ની તીવ્રતાને કારણે તે ચિંતાનો વિષય બની ગયો છે. જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસના લગભગ ૨,૦૦૦ કેસ મળી આવ્યા છે. તે મચ્છરોથી થતો વાયરલ રોગ છે.
કલેવલેન્ડ કિલનિકના મતાનુસાર અનુસાર, ચિકનગુનિયા એ એક વાયરસ છે જે મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. આ વાયરલ ચેપ મુખ્યત્વે એડીસ એજીપ્ટી મચ્છર અને એડીસ આલ્બોપીકટસ મચ્છરના કરડવાથી થાય છે. ચિકનગુનિયાનો ચેપ ત્યારે થાય છે યારે ચેપગ્રસ્ત મચ્છર સારા અને સાજા વ્યકિતને કરડે છે. આ વાઇરસ શારીરિક સંપર્ક અથવા લાળ દ્રારા એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ફેલાતો નથી, જો કે તે રકત પ્રસારણ દ્રારા ફેલાવું શકય છે.
ચિકનગુનિયાના લક્ષણો સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડાના ૪–૮ દિવસ પછી દેખાય છે. જો કે, તેના નવા પ્રકારે વધુ ગંભીર લક્ષણો દર્શાવ્યા છે, જેના કારણે દર્દીઓ માટે ઝડપથી સ્વસ્થ થવું મુશ્કેલ બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech