રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના એકજ વિશાળ સંકુલમાં ગેરકાયદે પાંચ વીજ કનેકશનો હોવા ઉપરાંત મંદિરની પાકિગની જગ્યામાં પ્રેમવતી રેસ્ટોરન્ટ ખડકી દેવાયા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થયાની બાબત ટોક ઓફ ઘી ટાઉન બની છે.
તેમાં આ બીએપીએસ મંદિર સંકુલના એક જ પરીસરમાં એકથી વધારે એલટી (લો ટેન્શન) ઇલેકટ્રીક કનેકશનની જોગવાઇનો સરેઆમ ભગં કર્યેા હોવા બાબતે અધિકારીઓનું ધ્યાન દોરીને પશ્ચાદ અસરથી એચટી (હાઈ ટેન્શન) દરથી આકારણી કરવામાં આવે તો કરોડોની પેનલ્ટી થઇ શકે તેવી પીજીવીસીએલમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રાજકોટમાં ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સંચાલીત સ્વામીનારાયણ મંદીર અને પ્રેમવતી ઉપહાર ગૃહમાં ઇલેકટ્રીક કનેકશનો સંબંધીત અનેક ગેરરીતીઓ સાથે સાથે ઉપહાર ગૃહ છાત્રાલયના પ્લાનમાં દર્શાવેલ પાકિગના સ્થળે ખડકી દેવાયાની જાગૃત નાગરિક દ્રારા ચેરીટી કમિશ્રર અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ સમક્ષ વિધિવત રજુઆત કરી તપાસની માંગણી કરી છે. ઉપરાંત મ્યુનિસીપલ કોર્પેારેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ રેસ્ટોરન્ટના બાંધકામની કાયદેસરતા વગેરેની ચકાસણી કરવા જણાવ્યું છે.
આ બારામાં જાગૃત નાગરિક દ્રારા જણાવાયું છે કે, તા.૧૦– ૧૦– ર૦ર૪ના રોજ પીજીવીસીએલના એમડીને પત્ર દ્રારા ઉપરોકત સંસ્થામાં જીઇબીના પાંચ–પાંચ કનેકશનો પૈકીના લો ટેન્શન કનેકશન હોવાની અને એક કનેકશન એલડીએમડી એટલે કે કોમર્શીયલ તરીકે ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તેમાં કોઇ પણ એક સંકુલની અંદર એકથી વધારે કનેકશન આપવાની જોગવાઇ ન હોવાથી આ કનેકશનોની ફાળવણી ગેરકાયદે હોવાની ફરિયાદ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોઇ કાર્યવાહી ન થતા તા.૧૪–૧૦–ર૦ર૪ના બીજો પત્ર લખી પાંચ પૈકી ૩ કનેકશન એક વ્યકિતના નામે હોવાની અને તેનો વપરાશ કોમર્શીયલ હેતુ માટે થતો હોવા છતા આ કનેકશનનો ચાર્જ જનરલ કનેકશન તરીકે વસુલાતો હોવાની બીલ સાથે માહિતી આપી હતી. આ સંદર્ભે જવાબદાર અધિકારીએ બીજા અધિકારીઓને રજુઆત કરવા જણાવતા તે મુજબ જુદા જુદા અધિકારીઓને રજુઆત કરી હતી. પરંતુ તેઓએ રેકોર્ડ તપાસી તા.૧૧– ૧૧– ર૦ર૪ના કનેકશનની ફાળવણી નિયમ મુજબ હોવાનો જવાબ આપી દીધો હતો.
તમામ કનેકશનો રેગ્યુલર છે–અધિક્ષક ઇજનેર
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદે વીજ કનેકશન ફરિયાદના અનુસંધાને જૂનું રેકર્ડ શોધવામાં આવતા અગાઉ ઉધોગનગર સબ ડિવિઝન દરમિયાન વીજ કનેકશન લેવાયા હોય તેનું રેકર્ડ ઉપલબ્ધ બની શકયું ન હતું, આથી મંદિરના સત્તાવાળાઓને તેમના વીજ કનેકશનનું વેરિફિકેશન કરવા બોલાવવામાં આવ્યા હતા, તેમાં મંદિરના કનેકશનોના બધા મીટર અલગ અલગ છે, તેની પાવર બાઉન્ડ્રી અલગ છે તેમજ તમામ કનેકશન જુદા જુદા સર્વે નંબરના હોવાનું બહાર આવ્યું છે.
પીજીવીસીએલમાં વિધાર્થીઓ માટે રસોડું દર્શાવી ચાલતું પ્રેમવતી રેસ્ટોરન્ટ
જાગૃત નાગરિક દ્રારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતમાં બીએપીએસ મંદિર દ્રારા પાકિગની જગ્યામાં પ્રેમવતી રેસ્ટોરન્ટમાં કોમર્શીયલ પ્રવૃતિ થઇ રહી છે. અને તેનું ફુડ લાયસન્સ આરએમસીમાંથી પ્રેમવતી ઉપહાર ગૃહના નામથી લેવાયું છે. જયારે ઓથોરાઇઝડ પ્રિમાયસીસ તરીકે ભાવેશ અશોકભાઇ કોટકનું નામ લાયસન્સમાં દર્શાવાયેલું છે. આ અંગે પણ ચેરિટી કમિશનર, પીજીવીસીએલ સહિતના સંબંધિત ખાતામાં ફરિયાદ કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech