દાયકાઓથી ગુજરાતે મહિલાઓ માટે ખાસ કરીને સૂયર્સ્તિ પછી સલામત સ્થળ તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. આ દરમિયાન ગુજરાતમાં આવેલી કેટલીક કંપ્નીઓ મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવા માટે અરજી કરી છે. રાજ્યમાં નાઇટ શિફ્ટમાં મહિલાઓને કામ કરવાની મંજૂરી આપવા માટે મલ્ટી નેશનલ કંપ્નીઓ સહિત ટોચની કંપ્નીઓની અરજીઓમાં વધારો થયો છે. આ વર્ષે જુલાઈ સુધીમાં, રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે કંપ્નીઓ તરફથી 79 અરજીઓ મળી છે.
વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આમાંથી 27 કંપ્નીઓને નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી, જ્યારે 46 અરજીઓ વિવિધ કમ્પ્લાયન્સને પૂર્ણ કરવા માટે પાછી મોકલવામાં આવી હતી અને 6 અરજીઓ માપદંડોને પૂર્ણ ન કરવાને કારણે નકારી કાઢવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શમર્એિ જણાવ્યું હતું કે, વિભાગ કર્મચારીઓમાં મહિલાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેથી, નાઇટ શિફ્ટ માટે અરજીઓમાં વધારો થયો છે. જો કે અમારા માટે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે, તેથી અમે ડોરસ્ટેપ ટ્રાન્સપોર્ટેશન, સીસીટીવીની, તબીબી સુવિધાઓ, સલામત સ્થળાંતર બાદ જ અરજીઓ સ્વીકારી રહ્યા છીએ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 2023 માં ફેક્ટરી એક્ટના નિયમોમાં સુધારો કયર્િ પછી નાઇટ શિફ્ટ ડ્યુટી માટે મંજૂરી મેળવવામાં વધારો થયો છે, જે મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપે છે જો તેઓ વિવિધ શરતોનું પાલન કરે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગ સ્તરે કરવામાં આવેલી આ અરજીઓ ઉપરાંત, જિલ્લા વહીવટી અધિકારીઓને પણ છેલ્લા સાત મહિનામાં મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે ઘણી અરજીઓ મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપ્નીઓ મહિલા કર્મચારીઓ માટે અન્ય સુવિધાઓ સાથે ડોર-ટુ-ડોર ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાને ધ્યાનમાં લે છે.
મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવાની જે મોટી કંપ્નીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તેમાં મેકકેઇન ફૂડ્સ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નિવિયા ઇન્ડિયા, બેઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સન ફામર્સ્યિુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, યુનિલિવર ઇન્ડિયા એક્સપોટ્ર્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પ્ન ઇન્ડિયા, નેસ્લે ઇન્ડિયા, ટાટા ઓટોકોમ્પ ગોશન ગ્રીન એન્જીનો સમાવેશ થાય છે. સોલ્યુશન્સ, જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા, ડીસીએમ શ્રીરામ, ટેકનો ઓટોમોટિવ ઈન્ડિયા અને મુંદ્રા સોલર પીવી નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech