મહાપાલિકાની લીગલ બ્રાન્ચમાં ૧૯ વર્ષે અચાનક મોટો ફેરફાર કરતા કમિશનર

  • April 04, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની લીગલ બ્રાન્ચમાં ૧૯ વર્ષ બાદ એકાએક અચાનક મોટો ફેરફાર કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા હુકમ કરાયો છે, જેમાં લીગલ બ્રાન્ચમાં છેલ્લા ૧૯ વર્ષથી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના કેસોની કામગીરી સંભાળતા અધિકારી સંદીપ કે.ગુપ્તા હસ્તક રહેલી કામગીરી હવેથી આશિષ એસ.વોરાને સોંપવા આદેશ કર્યો છે તેમજ આ હુકમની તતત્કાલિક અસરથી ચુસ્તપણે અમલવારી કરવા પણ જણાવ્યું છે.

વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહેકમ શાખા, ક્રમાંક: રા.મ.ન.પા./મહેકમ/૧૩તા.૩-૪-૨૦૨૫થી કરેલા હુકમમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની લીગલ શાખા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિરૂદ્ધના કોર્ટ કેસ અંગેની કામગીરી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે રાજકોટ મહાનગરપાલિકા વિરૂદ્ધના કોર્ટ કેસ/મહાનગરપાલિકા પક્ષકાર હોય તેવા કેસોમાં લેબર કોર્ટ/ડીસ્ટ્રીકટ કોર્ટ/નામદાર હાઈકોર્ટ/સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સ્વીકાર/અસ્વીકાર કરી અપીલ દાખલ કરવાની કામગીરી તેના નિર્ધારિત સમયમર્યાદામાં કરવાની, કેસો અગેની માહિતી લગત શાખામાં મોકલવી, કેસ અંગેના પારા વાઈઝ રીમાર્કસ લગત શાખામાંથી મેળવી પેનલ એડવોકેટને મોકલવા, એડવોકેટની નિમણુક કરવી, કોર્ટ કેસોનો ચુકાદો મહદઅંશે મહાનગરપાલિકા પક્ષે આવે તે અંગેના પુરતા પ્રયત્નો કરવા સબબની કામગીરી લીગલ શાખા દ્વારા કરવામાં આવે છે.

ઉક્ત વંચાણેનાં હુકમ રા.મ.ન.પા./મહેકમ/જા.નં.૬૦૫, તા.૧-૯-૨૦૦૬થી લેબર ઓફિસર આશિષ વોરા અને લો ઓફિસર સંદિપ ગુપ્તાને અલગ-અલગ કામગીરી સુપ્રત કરવામાં આવેલ વહીવટી સરળતા ખાતર લો ઓફિસર ગુપ્તા હસ્તકની તમામ કામગીરી લેબર ઓફિસર શ્રી વોરાને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો તેમજ લીગલ શાખાના શાખાધિકારી તરીકેની તમામ કામગીરી કરવાનો આથી હુકમ કરવામાં આવે છે.લો ઓફિસર ગુપ્તાએ લીગલ શાખાના શાખાધિકારીની સૂચના અનુસાર તમામ કામગીરી કરવાની રહેશે.આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી ચુસ્તપણે કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application