તેલંગાણા રાજ્યથી કામકાજ અર્થે આવેલી મહીલા ભૂલી પડી: જામનગર અભયમ ટીમે તેલંગાણા રહેતાં પરિવાર સાથે સંપર્ક કરતાં, મહિલાને આશ્રય અપાવેલ
એક જાગૃત નાગરિક દ્વારા ગઇકાલ રાત્રે ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે, એક અન્ય રાજ્ય ની સજ્જન મહીલા બિનવારસુ હાલત માં ગામમાં ભટકાતાં હોય અને વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલતાં હોય જેથી મહીલા ની મદદ માટે ટીમને બોલાવેલ છે. માહિતી મળતાં તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં.
૧૮૧ WHL ટીમ દ્વારા મહિલાને મળી પહેલાં સાંત્વના આપી અને ભાવનાત્મક ટેકો પુરો પાડેલ ત્યાર બાદ,વિશ્વાસ માં લઈ,, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં,, તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં , થોડું લખતાં અને સમજતાં હોય તેમ જણાયું જેથી તેમને કાગળ પર લખેલ શબ્દો નું ગૂગલમાં ભાષા ટ્રાન્સ લેશન કરતાં મહિલાનું નામ - મનીમાં રામલ્લું દાંડું,, અને રહેવાસી - તેલંગણા રાજ્ય નાં ગામ કાકરલા પાડું નાં વતની હોઇ તેવું જણાયેલ ,કે જેનો જીલ્લો મહેબૂબાનગર લાગતો હોય, ત્યાર બાદ ધ્રોલ પો. સ્ટે. નાં અધિકારી ને અન્ય રાજ્ય ની મહીલા મળી આવેલ છે તે બાબત જાણ કરતાં તેઓ દ્વારા તેલુગુ ભાષા નાં જાણકાર વ્યક્તિ સાથે મહિલાને વાતચીત કરાવતા જણાવે કે તેના એક જાણીતા વ્યક્તિ સાથે કામકાજ કરવાં અંહી આવેલ હોય અને તે વ્યકિત તેને છોડી જતો રહેલ,, જેથી મહીલા પાસે પૈસા કે ચોક્ક્સ સરનામું નાં હોય, સબંધી નાં સંપર્ક નંબર યાદ નાં હોવાથી તે ભટકાતાં હોય, ત્યારબાદ તેલંગણા ડીસ્ટ્રીક્ટ કન્ટ્રોલ ઓફિસ નો સંપર્ક કરેલ અને ત્યાંથી મહિલાનાં રહેણાંક વિસ્તાર નાં સ્થાનીય પોલીસ સ્ટેશન નાં નંબર મેળવેલ, જેમાં કોલ કરતાં ત્યાંના SI Sir દ્વારા મહીલા નો ફોટો મંગાવેલ, કે જેને ઓળખાણ નીકળતાં, મહીલા તે જ વિસ્તાર ની હોય અને તેનાં પરિજનો એ દોઢેક માસ થી મહીલા ની ગુમનોધ પણ નોંધાવેલ હૉય,, જેની પુષ્ટી કરતાં મહિલાને પરિજનો સાથે કોલ પર વાત કરાવેલ હોય ,, જેથી તેનાં પરિજનો લેવાં આવે ત્યાં સુધી મહિલા ને આશ્રય માટે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર માં મુકાયેલ છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એફ.એસ.એ. અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો જોગ યાદી
May 21, 2025 11:39 AMખંભાળિયાની ગિરિરાજજી હવેલીમાં શુક્રવારે આંબા મનોરથ મહોત્સવ
May 21, 2025 11:36 AMખંભાળિયામાં સ્ટેશન રેલવે અંડરબ્રીજની કામગીરી અન્વયે વૈકલ્પિક રૂટ જાહેર
May 21, 2025 11:33 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech