ખંભાળિયામાં સ્ટેશન રેલવે અંડરબ્રીજની કામગીરી અન્વયે વૈકલ્પિક રૂટ જાહેર

  • May 21, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાહદારીઓને મુશ્કેલી ન પડે તેમજ ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા બીજો રસ્તો ચાલુ કરાયો

ખંભાળિયામાં સ્ટેશન સ્ટેશન પાસે રેલવે ફાટક નં. 235 પર રેલવે અંડરબ્રીજની કામગીરી કરવામાં આવતી હોવાથી આ કામગીરીમાં સલાયાથી ખંભાળિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફીકની સમસ્યા ન થાય તથા રાહદારીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે ડાયવર્ઝન આપતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

જેમાં ખંભાળિયાના રેલવે ફાટક નં. 235 પર રેલવે અંડરબ્રીજની કામગીરી કરવામાં આવતી હોવાથી આ કામગીરીમાં સલાયાથી ખંભાળિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફીકની સમસ્યા ન થાય તથા રાહદારીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે ટુ-વ્હીલ તથા ફોરવ્હીલ માટે સોનલ માતાજીના મંદિરની સામે આવેલા ગરનાળામાંથી મિલન ચાર રસ્તા થઇને ખામનાથ મંદિરથી કણઝાર ત્રણ રસ્તા થઇ, પોરબંદર-ખંભાળિયા વાળો રોડ, અને મિલન ચાર રસ્તા થઇને મહારાણા પ્રતાપજીના પુતળા પાસે જામનગર-ખંભાળિયા નેશનલ હાઈવે રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ડાયવર્ઝન રૂટની શરૂઆત તથા અંતમાં આસિસ્ટન્ટ ડીવીઝનલ એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, જામનગરએ ડાયવર્ઝન અંગેના સાઇનેઝ બોર્ડ જાહેર જનતા વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઇ શકે તે મુજબ ફરજીયાતપણે લગાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application