આરટીઓ અધિકારી દ્વારા ઘવાયેલાઓને તાકીદની મદદ
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગઈકાલે ગુરુવારે સાંજે બે મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાતા અહીંથી નીકળેલા આર.ટી.ઓ. અધિકારી દ્વારા ઘવાયેલાઓને મદદરૂપ થઈને જરૂરી કામગીરી કરાતા ઈજાગ્રસ્તોને તાકીદની જરૂરી સારવાર પ્રાપ્ત થઈ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી દ્વારકા તરફના હાઈવે માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસે ગુરુવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયે જઈ રહેલી એક મોટરકારને પાછળથી અન્ય એક મોટરકારના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ ઉપરથી ઉતરી ગયેલી એક કારમાં બેઠેલા દંપતિ તેમજ ચાર બાળકો સહિતના મુસાફરો ઇજાગ્રસ્ત હાલતમાં કણસતા હતા. તે જ સમયે અહીંથી નીકળેલા આર.ટી.ઓ. અધિકારી ડી.જે. આંબલીયા તથા સ્ટાફ દ્વારા તુરત જ પોતાનું વાહન થંભાવી અને ઈજા પામેલા આ દંપતિ તેમજ બાળકોને 108 એમ્બ્યુલન્સ સહિતની જરૂરી સારવાર અપાવી અહીંની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની થતા અટકી હતી.
આર.ટી.ઓ. અધિકારી શ્રી આંબલીયા તથા સ્ટાફની આ તાકીદની સેવા મળતા ઈજાગ્રસ્ત પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે સરકારી અધિકારીએ પોતાની ફરજ સાથે માનવતાની સુવાસ પણ પ્રસરાવી, નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMઅટલ ભવન ખાતે જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અઘ્યક્ષતામાં પ્રથમ જિલ્લા બેઠક
April 05, 2025 12:17 PMજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech