રાજકોટ શહેર અને બહારના વિસ્તારમાં આવેલા બે મલ્ટિપ્લેકસના મનોરંજનના લાયસન્સની મુદત ડિસેમ્બર માસમાં પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ સુધી તે રીન્યુ ન થતાં આ મામલે બંનેને લાઇસન્સીગ ઓથોરિટી તરીકે કલેકટર તત્રં તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષેાથી મનોરંજનને લગતી બાબતો મહાનગરપાલિકા હસ્તક મૂકવામાં આવી છે પરંતુ કલેકટર તત્રં લાઇસન્સિંગ ઓથોરિટી તરીકે હજુ પણ કાર્યરત છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ આ બંને મલ્ટિપ્લેકસ ના લાઇસન્સની મુદત ઘણા સમયથી પૂરી થઈ ગઈ છે. રીન્યુ માટે બંનેએ અરજી કરી છે પરંતુ નિયત સમય મર્યાદામાં કરેલ આ અરજીમાં જરી આધાર પુરાવા રજૂ કરાયા ન હોવાથી તે રજૂ કરવા માટે તત્રં તરફથી છેલ્લા કેટલાક સમયથી શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને હવે છેલ્લે અંતિમ નોટિસ આપીને જરી આધાર પુરાવા નહીં આપવામાં આવે તો શું કરવું તેનો નિર્ણય લેવાશે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ બે નોટિસ આપવામાં આવી છે અને હવે અંતિમ નોટિસ છેલ્લે એકાદ સાહ પહેલા આપી છે. લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ તે રીન્યુ થયું નથી. તો આ મામલે શું કરવું તેનો નિર્ણય હવે કલેકટર દ્રારા લેવામાં આવશે.
આ બંને મલ્ટિપ્લેકસના સંચાલકોએ આરએન્ડબીનું એનઓસી, ઇલેકટ્રીક ઇન્સ્પેકટરનું એનઓસી, મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ નું પ્રમાણપત્ર વગેરે રજુ કર્યા નથી. હેલ્થ વિભાગનું પ્રમાણપત્ર સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીનું છે યારે અન્ય પુરાવાઓ તો હજુ રજૂ કર્યા પણ નથી.
આ પ્રકારે પુરાવા રજૂ ન કરવા સંદર્ભે મલ્ટીપ્લેકસ તરફથી ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે પરંતુ તે ગ્રાહ્ય રાખવા કે નહીં તેનો નિર્ણય પણ હવે લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech