કલાઇમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુક અને લદ્દાખના અન્ય કેટલાક લોકોએ બુધવારે સાંજે મહાત્મા ગાંધીને તેમની સમાધિ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને માહિતી આપી હતી કે તેમને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે પોતાના ઉપવાસ પણ સમાપ્ત કર્યા હતા.
સોનમ વાંગચુકે કહ્યું કે તેના જૂથે સરકારને તેની માંગણીઓનું એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તેમણે કહ્યું કે અમને ટૂંક સમયમાં ટોચના નેતૃત્વ સાથે બેઠક યોજવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
જબરદસ્ત સમર્થન બદલ આભાર
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર લખ્યું, નમસ્તે! લાંબા સમય સુધી કોઈ પોસ્ટ નથી... કારણકે મારી અટકાયત દરમિયાન મારી પાસે ફોનનુ ઍક્સેસ નહોતુ. તેણે આગળ લખ્યું કે તમારા જબરદસ્ત સમર્થન માટે આપ સૌનો આભાર. અમે ગૃહ મંત્રાલયની ખાતરીને આધારે અમારા ઉપવાસ તોડ્યા કે આગામી થોડા દિવસોમાં ભારતના ટોચના નેતાઓ સાથે બેઠક થશે.
મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ
વાંગચુકે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે અમે સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે કે લદ્દાખ માટે એવી જોગવાઈઓ કરવી જોઈએ, જેથી તેના પર્યાવરણને સાચવી શકાય અને આ જોગવાઈ માટે છઠ્ઠું શિડ્યુલ છે, જે સ્થાનિક સરકાર માટે છે. લોકોને સંસાધનોનું શાસન અને સંચાલન કરવાનો અધિકાર આપે છે.
ગૃહ મંત્રાલયે આપ્યું આશ્વાસન
સોનમ વાંગચુકે કહ્યું કે હિમાલયમાં સ્થાનિક લોકોને સશક્ત બનાવવા જોઈએ. કારણકે માત્ર તેઓ જ તેનું શ્રેષ્ઠ સંરક્ષણ કરી શકે છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે અમને ખાતરી આપી હોવાથી અમે આગામી દિવસોમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech