પોરબંદર જિલ્લા સેવા સદન-૨ માં જિલ્લા માહિતી કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ગામડા, શહેરો, ધાર્મિક સ્થળો, જાહેર શૌચાલયો અને માર્ગોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.સફાઈ અભિયાનમાં સહભાગી થતાં પોરબંદર જિલ્લા સેવા સદન -૨ માં જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા કેમ્પેન અંતર્ગત કચેરી ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. ટ્યુબલાઈટ, પંખા, ટેબલો, રેકર્ડ રૂમ, ખુરશી-ટેબલ સહિત સાફસફાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન ૩૧મી ઓક્ટોબર સુધી ચાલશે. સૌ નાગરિકોએ પણ અભિયાનમાં સહભાગી બની પોતાના ઘરની સાથે સાથે ગલી મહોલ્લાને સ્વચ્છ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહ્વાન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech