મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષામાં મરાઠી વિષયનું પ્રશ્નપત્ર લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. 21 ફેબ્રુઆરીએ શરૂ થયેલી પરીક્ષામાં પ્રથમ ભાષાનું પેપર લીક થતા રાજ્યના શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જાલના જિલ્લાના બદનાપુરમાં બનેલી આ ઘટનાએ પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ જ મરાઠી વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હતું અને બદનાપુરના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર પહોંચી ગયું હતું. આ કેન્દ્રો પર પ્રશ્નપત્રની ઝેરોક્ષ નકલો કાઢીને વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવી હોવાના અહેવાલો છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તપાસના આદેશ અને કાર્યવાહી
પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ બદનાપુરના પરીક્ષા કેન્દ્ર અને CSC સેન્ટરોની મુલાકાત લઈ રહ્યા છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુતિયાણા પંથકના દાના ગુન્હામાં ચાર મહિનાથી વોન્ટેડ શખ્શ ઝડપાયો
February 22, 2025 02:28 PMઆપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી ન્યાયીક નિવારણ લાવવા માટે ન્યાયાધીશની અપીલ
February 22, 2025 12:38 PMઆજકાલના કર્મચારીની પ્રમાણીકતા: પૈસા ભરેલું પર્સ પરત આપ્યું
February 22, 2025 12:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech