પોરબંદરના કુતિયાણા પોલીસમથકની હદના દાના ગુન્હામાં ચાર મહિનાથી વોન્ટેડ ભાણવડ નજીક પાસ્તરડીના ઇસમને એલ.સી.બી.એ દબોચી લીધો છે.
ભાણવડના પાસ્તરડી ગામે વાડીવિસ્તારમાં ઉગમણી સીમમાં રહેતા ખીમા મેસુર કોડીયાતર સામે કુતિયાણા પોલીસમથકમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો અને છેલ્લા ચાર મહિનાથી તે વોન્ટેડ હતો. આ ખીમા કોડીયાતર પોરબંદરના નરસંગ ટેકરી ઓવરબ્રીજ ઉપર આવ્યો હોવાની એલ.સી.બી.ના એ.એસ.આઇ. ગોવિંદભાઇ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ લખમણભાઇ ઓડેદરા અને સલીમભાઇ પઠાણને સંયુકત માહિતી મળી હતી તેથી તાત્કાલિક ત્યાં જઇને એલ.સી.બી.ની ટીમે દાના ગુન્હામાં વોન્ટેડ ખીમા મેસુર કોડીયાતરને પકડી પાડયો હતો અને કુતિયાણા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઇ હતી.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, લક્ષ્મણભાઇ ઓડેદરા તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech