પહેલા તમે મોકલો પછી અમે મોકલશું એ મામલે થઇ માથાકુટ : બેને ઇજા
જામજોધપુર તાલુકાના ટાંકાજણ નેશમાં બે વેવાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, અને એક વૃઘ્ધ તેમના બહેન પર ચાર સભ્યોએ હુમલો કરી દીધાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના વતની અને માલધારીનો વ્યવસાય કરતા જસરણભાઈ ભારમલભાઈ માવલીયા નામના ૬૫ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના બહેન પર લાકડીઓ વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામજોધપુર તાલુકાના ટાંકાજળ નેશના વતની સિધ્ધરાજ ગગમલ સુમાત, વાઘરાજ ગગમલ, નાગાજણ ગગમલ તેમજ લાખાભાઈ ગગમલ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી જસરણભાઇ બનાવના આગલા દિવસે પોતાના દિકરા તેજસુરની પત્નીને તેડવા માટે પોતાની સગી બેન વાલીના ઘરે ગયા હતા અને બનાવના દિવસે આરોપીઓ જે ફરીયાદીના ભાઇના વેવાઇના દિકરાઓ થતા હોય તેઓ આવીને ફરીયાદીને તમો પહેલા તમારા ભાઇની દીકરીને મોકલો પછી અમે મોકલશુ તેમ કહેતા ફરીયાદીએ આરોપીઓને પોતાના ભત્રીજાઓના લગ્ન બાદ અમે અમારી દીકરીને મોકલશું તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા.
અપશબ્દો બોલી કુંડલીવાળી લાકડીનો એક ઘા ફરીયાદીને માથમાં મારી દીધો હતો, શરીરે આડેધડ લાકડીઓ ઝીંકી હતી, ઢીકાપાટુનો માર માર્યો હતો આ વખતે વાલીબેન વચ્ચે છોડાવવા આવતા તેને પણ લાકડી ઝીંકી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
May 19, 2025 03:05 PMગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે
May 19, 2025 03:03 PMએક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ
May 19, 2025 03:02 PM2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech