લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટેના હરિફ ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસથી મતદાર સ્લીપ વિતરણની કામગીરી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તારીખ ત્રણ મે સુધીમાં આ કામગીરી પૂરી કરી દેવાનો અગાઉથી ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. આજે આ સંદર્ભે ચૂંટણી અધિકારીને પુછતા તેમણે જણાવ્યું હતું કે 80 ટકા મતદારોને સ્લીપ નું વિતરણ કરી દેવાયું છે.
ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 23 લાખથી વધુ અને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં 21 લાખથી વધુ મતદારો છે. જિલ્લાના 80% જેટલા મતદારોને સ્લીપ્નું વિતરણ કરી દેવાયું છે અને બાકીના 20% મતદારોને સ્લીપ વિતરણની કામગીરી આગામી બે દિવસમાં પૂરી કરી દેવાશે.
મતદારોને અપાતી સ્લીપમાં છેલ્લા થોડા સમયથી ગુગલ મેપ આપવામાં આવે છે. પરંતુ આ વખતે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તેમાં ક્યુઆર કોડનું એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના કારણે પ્રત્યેક મતદાર યાદીમાં તેમનું નામ કેટલા ક્રમાંકે છે તે સહિતની વિગતો આસાનીથી મેળવી શકે છે. પોતાને કયા મતદાન કરવા જવાનું છે તેની વિગતો પણ ક્યુઆર કોડ સ્કેન કરવાથી મળી જાય છે.
રાજકોટ શહેર અને જિલ્લાના તમામ બુથ લેવલ ઓફિસરોને મતદાન સ્લીપ વિતરણ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. પ્રત્યેક બુથમાં સરેરાશ 1,400 જેટલા મતદારો હોય છે અને દરેક બીએલઓને તેમના મતદાન મથક પૂરતી જ જવાબદારી સોંપવામાં આવી હોવાથી આ કામગીરી વધુ સારી રીતે થઈ હોવાનું ચૂંટણી તંત્ર જણાવે છે.
સરકારી તંત્ર ઉપરાંત રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો દ્વારા પણ હાઉસ ટુ હાઉસ કોન્ટેક્ટ કરીને મતદાર સ્લીપ્નુ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી સ્લીપ ન મળી હોવાની ફરિયાદો ઘણી નહિવત બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech