જૂનાગઢ શહેરમાં કુતરા કરડવાના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ શિયાળો શ થતા જ શેરી ગલીઓમાં લોકોના અવરજવરની ટાંપીને રાહ જોતા કુતરાઓથી લોકોમાં ભય ફેલાયું છે. શહેરમાં ૧૧ મહિનામાં ૪૬૨૧ લોકોને કુતરા કરડયા છે. રાત્રિના રોડ પર કૂતરાના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.વાહનો પાછળ દોડી રહ્યા હોવાથી અકસ્માત પણ થતા હોવાથી મહાનગરપાલિકા યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.
જૂનાગઢ શહેરમાં ૧૧ મહિનામાં ૪૬૨૧ લોકોને કુતરા કરડયાના બનાવના કારણે સિવિલ હોસ્પિટલ તથા મનપાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો આંતક વધ્યો છે. મહાનગરપાલિકા ગોકળ ગાયની ગતિએ ડોગ સ્ટરીલાઈઝેશનની કામગીરી કરી રહ્યું છે.કુતરા કરડવાના બનાવો દર મહિને વધી રહ્યા છે.તેમાં પણ રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ દર માસે કુતરા કરડવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ આશરે ૧૪ થી વધુ વ્યકિતઓને કુતરા કરડી રહ્યા છે. મનપાએ આ બાબતે કડક કાર્યવાહી કરવી જરી બની છે.
વર્ષે સાડા ચાર હજારથી પણ વધુ કુતરા કરડવાના બનાવો છતાં પણ મનપાના તંત્રને પેટમાં પાણી હલતું નથી. ગલી અને શેરી મહોલ્લ ાઓમાં કુતરાઓના ઝુંડ ના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા કુતરાઓ અંગે નહિવત કામગીરીથી શહેરમાં દર મહિને ડોગ બાઈટ ના કેસમાં વધારો થઈ રહ્યો છે.
મહાનગરપાલિકા દ્રારા એક વર્ષથી કુતરાના રસીકરણ અને ખસીકરણની કામગીરી કરી મહાનગરપાલિકા સંતોષ માને છે. શહેરમાં અંદાજિત નવ હજારથી પણ વધુ કુતરા છે. જેમાંથી એક વર્ષ દરમિયાન ૨૦૬૨ કુતરાઓના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે. જેથી મહાનગરપાલિકા તત્કાલ આયોજન કરી ડોગ સ્ટરીલાઈઝેશનની પ્રક્રિયા પણ વેગવાન બનાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech