રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે તા.25 ડિસેમ્બર નાતાલની રજા રદ કરી હરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા.
રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ તેમજ પોપટભાઇ સોરઠીયા સબ માર્કેટ યાર્ડ ખાતે આજે અનાજ, કઠોળ, તેલીબિયાં અને શાકભાજી સહિતની તમામ જણસીઓની આવકોને એન્ટ્રી આપીને વહેલી સવારે રાબેતા મુજબ હરાજી કરાઇ હતી.
દરમિયાન આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ચેરમેન જયેશભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સવર્નિુમતે કરાયેલા નિર્ણય અનુસાર યાર્ડને લાગુ પડતી ન હોય તેવી અનેક જાહેર રજાઓ રદ કરીને મહત્તમ દિવસો કામ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે જે અંતર્ગત નાતાલની જાહેર રજા પણ રદ કરાઇ હોય આજે રાબેતા મુજબ કામકાજ ચાલુ રહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે યાર્ડને પ્રત્યક્ષ રીતે લાગુ પડતી ન હોય તેવી મોટાભાગની રજાઓ રદ કરાઇ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોને સ્પર્શતી હોય છતાં જાહેર રજા ન હોય તેવા દિવસો જેવા કે અષાઢી બીજ, ભીમ અગિયારસ જેવા દિવસોની રજા રાખવામાં આવે છે. એકંદરે રાજકોટ માર્કેટ યાર્ડનું રજાનું પોતાનું કેલેન્ડર છે અને તે મુજબ યાર્ડમાં મહત્તમ દિવસો કામકાજ ચાલુ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડના નિકાવા ગામે તિરંગાયાત્રા
May 20, 2025 01:34 PMસલાયામાં ગુનેગારોના બાંધકામો પર આજે ફર્યુ બુલડોઝર
May 20, 2025 01:27 PMદમણથી દ્વારકા જતો દારુ ભરેલો ટ્રક પકડાયો: રૂા. ૪૬.૧૨ લાખનો મુદામાલ જપ્તઃ બે ફરાર
May 20, 2025 01:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech