૧૯૫૦ પછી કૃષિનું યાંત્રિકરણ, ઉદ્યોગો અને શહેરીકરણથી જલ વપરાશમાં ૫૦થી ૧૦૦ ગણો વધારો થયો. સામે જળરક્ષાનું કાર્ય નહીંવત હતું. એથી કૂવા-નદીઓ સુકાયા, કૃષિ-ગામડાં ભાંગી પડયાં. સકલ જીવોનો પ્રાણ સંકટમાં મુકાયો.
ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે એવી ચિંતા થવા લાગી. ઈજનેરો-સરકાર પાસે જળસંકટનો કોઈ ઉપાય નહોતો. ત્યારે કિસાન પુત્ર મનસુખભાઈ સુવાગીયાએ ગામ દીઠ ૫ થી ૫૧ પાકા ચેકડેમ અને ૧ થી ૨ માટીના તળાવ નિર્માણથી જળસંકટને મૂળમાંથી ઉખેડી નાંખવાનો નૂતન વિચારા આપ્યો. ૧. ગ્રામસંગઠન, ૨. લોકફંડ, ૩. ચેકડેમ-તળાવની યોગ્ય સ્થલ પસંદગી, ૪. ચેકડેમની સસ્તી-૧૦૦ વર્ષ ટકાઉ નવી ડીઝાઈન અને શ્રમદાનની નવી યોજના બનાવી. જળરક્ષાના માત્ર પ્રચારક ન બનતા, આ યોજનો ૧૯૯૯થી પ્રારંભ કરીની ગામ-જામકા, જિ. જૂનાગઢમાં-૫૧, ગામ-રફાળા, તા.
બાબરા-૧૬, ગામ-ચણાકા, તા. ભેંસાણ-પ૭, ગામ-મોટા કોટડા, તા. વિસાવદર-૩૬ એ રીતે એક જ વર્ષમાં ૧૦૦થી વધુ ગામોમાં ૧૦૦૦થી વધુ ચેકડેમ-તળાવો નિર્માણ કરીને વિશ્વ જળક્રાંતિનો પાયો નાંખ્યો. ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીએ ૫૦ હજાર લોકાની ઉપસ્થિતિમાં ચેકડેમ-તળાવ યોજનાને “જળક્રાંતિ” નામ આપ્યું અને મનસુખભાઇ સુવાગીયાને ભારત-વિશ્વ જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા. કર્મસફળતા અને દેશની જરૂરિયાત જોઈને મનસુખભાઈએ સમગ્ર જીવન જળરક્ષા-ગોરક્ષા-રાષ્ટ્રસેવામાં સમર્પિત કર્યું. ૨૭ વર્ષમાં ૩૫૦થી વધુ ગામોમાં ૩૫૦૦ ચેકડેમ-તળાવો બંધાવ્યા. મનસુખભાઈની જળક્રાંતિની પ્રેરણાથી સરકારે નવી જળરક્ષા યોજના બનાવી.
પરિણામો : જે ગામોમાં ચેકડેમ-તળાવ યોજના સાકાર થઈ. ત્યાં ૩થી ૩૦ કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન વૃદ્ધિ થઈ. ઘાસચારો-ગ્રામ રોજગારીમાં બે થી પાંચ ગણી વૃદ્ધિ થઈ. કિસાન-ગામડું-રાષ્ટ્ર આબાદ થયાં. ગાયથી મધમાખી સુધીની જીવસૃષ્ટિને આહાર-પાણી-જીવતદાન મળ્યું. વૃક્ષોની સંખ્યા વધી. ગામડાં ભાંગતા બચી ગયાં. ચેકડેમ-તળાવ યોજના સકલ જીવોની પ્રાણસંજીવની સાબિત થઈ.
જળક્રાંતિ ટ્રસ્ટે ગુજરાતમાં જામકા, પ્રાંસલા, લુણિધાર, રાજપરા, રામપરામ વિછાવડ, આદિવાસી ક્ષેત્રમાં ભેખડિયા-જામલીને જળક્રાંતિના વિશ્વ પ્રેરક મોડેલ ગામો બનાવ્યાં. જેને જોવા ભારતના ૨૫ હજારથી વધુ ગામોનાં લોકો, અસંખ્ય ઇજનેરો, વૈજ્ઞાનિકો, સાધુ-સંતો, સમાજસેવકો, ઉદ્યોગપતિઓ અને વિશ્વના ૪૦ દેશના લોકો આવ્યાં. જેથી જળક્રાંતિનો વિશ્વ વિસ્તાર થયો. વિદ્વાનોના મતે ચેકડેમ-તળાવ યોજના વિશ્વ જળસંકટ નિવારણની સૌથી સરળ-સસ્તી-સફળ-સ્વાવલંબી (આત્મનિર્ભર) અને પર્યાવરણ મિત્ર યોજના છે.
ભાવિ જળસંકટ : ગુજરાતમાં સૌના સહિયારા પુરુષાર્થથી, ૫૦ હજારથી વધુ ચેકડેમ-તળાવો બન્યા. છતાં જળક્રાંતિના પ્રારંભે ખેતરો-ઉદ્યોગોમાં ૩૦૦થી ૭૦૦ ફૂટ ઉંડા બોર થતા હતા. ત્યાં હવે ૭૦૦થી ૨૦૦૦ ફૂટ ઊંડા બોર થાય છે. જળ વપરાશમાં ગુણાકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગામે ગામ સંપૂર્ણ જળરક્ષા, ટપક સિંચાઈ, વિવેકથી સદ્ઉપયોગ તથા જળપ્રદુષણનું સંપૂર્ણ નિયંત્રણ અનિવાર્ય છે.
જળક્રાંતિ ટ્રસ્ટે જામકામાં માત્ર ૧૦ લાખ રૂા. માં બાંધેલ ૫૧ ચેકડેમ આજે ૨૭ વર્ષે સંપૂર્ણ સલામત છે અને વાર્ષિક ૧૦ કરોડનો આર્થિક લાભ આપે છે. સંસ્થાના તમામ ગામોના પરિણામ વિશ્વ પ્રેરક છે. ત્યારે મરકલ ગામોના પરિણામ વિશ્વ પ્રેરક છે. ત્યારે સરકાર અને સંસ્થાઓ જળક્રાંતિ ટ્રસ્ટની કાર્ય પદ્ધતિનો અમલ કરશે તો આપ ખર્ચ સમયમાં ભારતને ચોક્કસ જળસંકટ મુક્ત કરી શકારો.
જળક્રાંતિ ટ્રસ્ટની કાર્યપદ્ધતિ : મનસુખભાઈ સુવાગીયાની સીધી પ્રેરણાથી જળક્રાંતિ ટ્રસ્ટે સરકાર-સંસ્થાભોથી 10-૨૦ ટકા ખર્ચમાં 100 વર્ષ ટકાઉ ચેકડેમો અને 300થી 1000 વર્ષ ટકાઉ તળાવો બાંધ્યા છે. તેમાં સંમતની ભાવા બેથી અનેક ગણી છે. સાથે જળરક્ષા-ગ્રામવિકાસ-પોતાના પ્રશ્નો જાતે ઉકેલવા લોકોની આત્મ જાગૃતિ, ગ્રામએકતા, લોકફાળો શ્રમદાન, તમાકુ-દારૂ-માંસાહાર-શિકાર-અંધશ્રદ્ધા-કુરિવાજ મુક્તિ, ગોપાલન-ગોસંવર્ધન, ગાય આધારિત પ્રકૃતિક કૃષિ, દેશી કૃષિ બીજ-દેશી આંબા સુરક્ષા, વૃક્ષોરોપણ, પ્રકૃતિરક્ષા, સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતા જેવા ૧૫ મૂલ્યોની પ્રસ્થાપના થાય છે. જે ગામડો-રાષ્ટ્રનો ચિંરજીય વિકાસ-સુરક્ષા સાથે ઇશ્વરે સર્જેલ સૂષ્ટિની શાશ્વત સુરક્ષાનો પાયો છે.
મનસુખભાઈનું રાષ્ટ્રતપ : મનસુખભાઈ સુવાગીયાએ પોતાના આચરણથી જગતને પ્રેરણા આપવા 100 ગામોમા ૨૧૦૦થી ૫ લાખ રૂ. દાન આપ્યું અને ૫૦૦ દિવસ-૧૫૦ રાત્રી કઠોર શ્રમદાન કર્યું. ફેકટલી-ઘર-આરામ ત્યાગીને એક દિવસના વિરામ વગર નિત્ય ૧૪ થી ૧૮ કલાક કઠોર જાત પરિશ્રમ કરીને ભારત અને વિશ્વને જળક્રાંતિ-ગોક્રાંતિ-ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ-દિવ્યગ્રામ યોજનાઓ ગોવેદ-જળક્રાંતિ-કૃષિ સંહિતા જોવા ગ્રંથો આપ્યાં છે.
નૂતન યોજનાઓ : ગુજરાતની શ્રેષ્ઠ ગૌચરભૂમિ ચોટિલાના ઠાંગા પ્રદેશમાં ૫૧ તળાવ બનાવાતો. ભારતના સૌથી જળસંકટ ગ્રસ્ત રાજસ્થાનના જેસલમેર-બાડમેરમાં 30 ગામોમાં ૧૧૧ તળાવ અને ગુજરાત-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના ૧૧૧ આદિવાસી ગામોમાં ૧૫૧ તળાવ નિર્માણ કરીને આ ગામોમાં વિશ્વ પ્રેરક જળયોજના સાકાર કરાશે.
પાણીને સકલ જગતનો પ્રાણ અને વિકાસનું મૂળ સમજી નૈતિક ફરજ-રાષ્ટ્રધર્મ-જીવદયા અને સાચા ઈપરધર્મ તરીકે જળરક્ષામાં ધનદાન-શ્રમદાન-સેવા આપી ગામ-પ્રદેશ-રાષ્ટ્ર અને વિશ્વને જળસંકટ મુક્ત કરીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech