ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 23 માર્ચના રોજ લેવામાં આવેલી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી હતી. પ્રોવિઝનલ આન્સર કી માં એક માર્કની લહાણી કરવામાં આવ્યા પછી પણ આમ છતાં ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રમાં પણ ભૂલ છે તેવી રજૂઆતો ઈમેલના માધ્યમથી બોર્ડમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી બોર્ડ દ્વારા તજજ્ઞો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી ની ફરી તપાસ કરાવતા આ રજૂઆતો સાચી લાગી હતી અને તે મુજબ વધુ એક માર્કના ગુણની લાહણી સાથે ભૌતિક વિષયના પ્રશ્નપત્રમાં પ્રોવિઝનલ આન્સર કી માં ફેરફાર કરીને નવેસરથી સુધારેલી ફાઈનલ આન્સર કી ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવી છે.
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ભૌતિક વિજ્ઞાન ઉપરાંત ગણિત, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના વિષય સંદર્ભે પણ પ્રોવિઝનલ આન્સર કી સામે ઇમેલ ના માધ્યમથી રજૂઆતો મળી હતી. પરંતુ ચકાસણી દરમિયાન આવી કોઈ રજૂઆતોમાં તથ્ય ન જણાતા આ તમામ વિષયની પ્રોવિઝનલ આન્સર કી યથાવત રાખી તેને ફાઈનલ આન્સર કી તરીકે જાહેર કરી છે.
બોર્ડના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખી અમે ઓનલાઈન વાંધા સુચનો મંગાવ્યા હતા અને તારીખ 5 એપ્રિલના શનિવારે સાંજે છ વાગ્યા સુધી વાંધા અને સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા ચકાસણી કરાવતા ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર (ટીકયુપી) 0 થી 20 ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક જ પ્રશ્નના જવાબમાં સુધારો થતો હોવાનું જણાયું હતું. આ સુધારો કરીને ફાઇનલ આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech