રાજકોટ શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી સંભાળતી મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફમાંથી તાજેતરમાં 29 જેટલા અધિકારી, કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટરોની એકાએક બદલી કરવામાં આવી હતી, આ બદલીનો હુકમ થયા બાદ જેમની બદલીઓ થઈ તેમણે ઉચ્ચ કક્ષાઓ સુધી રજૂઆતોનો મારો ચલાવ્યો હતો અને આ મામલે ધમાસાણ મચ્યું હતું. ખાસ કરીને હુકમમાં રહેલા 29 કર્મચારીઓમાં અમુક તો એવા કર્મચારી હતા કે જેમની બે ચાર મહિના પૂર્વે જ બદલી થઇ હોય, તદુપરાંત અમુક કર્મચારીઓ એવા હતા કે જે કડકાઇથી નિયમોની અમલવારી કરાવી ખરેખર સારી કામગીરી કરી રહ્યા હતા તેવા કારણોસર તેમની સામે વિરોધ અને રજૂઆતો થતી હતી. આવી બાબતોને ધ્યાને લીધા વિના તેમજ પદાધિકારીઓ સાથે પરામર્શ કયર્િ વિના એકાએક બદલીઓ કરી નાખતા હવે આ હુકમ સ્થગિત કરવા ફરજ પડી છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના સ્ટાફની બદલીનો મામલો સૌ પ્રથમ યુનિયન લેવલે ચચર્યિા બાદ કમિશનર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ જે તે વોર્ડના કોર્પોરેટરો સુધી રજુઆતો થઇ હતી. સારી કામગીરી કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની ફક્ત ચોક્કસ સ્તરેથી મળેલી ફરિયાદોના કારણે બદલી કરાતા આ હુકમ સ્થગિત કરવા ફરજ પડી છે. બદલીનો હુકમ થયા બાદ સ્થગિત કરવા ફરજ પડે તેવું જવલ્લે જ બનતું હોય છે પરંતુ ઉપરોક્ત કિસ્સામાં કાચું કપાયું હોવાની ખુદ પદાધિકારીઓ તરફથી પણ ફરિયાદ મળતા આ હુકમ સ્થગિત કરાયો છે. શહેરની સફાઈ સુપેરે થાય તે જોવાની કામગીરી હોય કે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હોય દરેક સ્તરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફ દ્વારા ક્યારેક લોકો સાથે તો ક્યારેક પોતાના જ સ્ટાફના હાથ નીચેના કર્મચારીઓ સાથે લગાતાર માથાકૂટ કરીને કામ લેવામાં આવતું હોય છે આવા સંજોગોમાં એકાએક કોઈ કારણ વિના બદલીઓ ના હુકમ કરવામાં આવતા સ્ટાફ ડિમોરલાઈઝ થયાની ફરિયાદો ઉઠતા પદાધિકારીઓ ની સૂચના બાદ આ હુકમ સ્થગિત કરાયો હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech