મહાઆરતી-સંતવાણી, ભંડારો, સુંદરકાંડના પાઠ અને મહાઆરતી સહિતના કાયૅક્રમો યોજાયા
જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ ઉદાસીન સંત કુટિર " રામવાડી " ખાતે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા એવમ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીની અસીમ કૃપાથી રામવાડી આશ્રમના બ્રહ્મલિન મહંત ભોલેદાસજીબાપુની આજ્ઞા અનુસાર પ્રતિ વર્ષ મુજબ આ વર્ષ પણ ઉદાસીન સંત કુટિર રામવાડી આયોજીત પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી
તા, ૨૨ મીના શનિવારના રોજ સાંજે ૪ થી ૭ સંગીતમય સુંદરકાંડના પાઠ જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ યોજાયેલ હતા આ ઉપરાંત શનિવારે રાત્રે ભવ્ય સંતવાણી - ભજનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર નારાયણ ઠાકર તથા તેમના સાથીદારોએં અનેરા સંગીતની શેલી સાથે રાત્રીભર સંતવાણી - ભજનોની રંગત જમાવી હતી.
આ ઉપરાંત તા, ૨૩ મીના રવિવારના રોજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીની ( ૩૮ મી પુણ્યતિથિ ) ના પાવન પર્વે બપોરે ૧૨ : ૦૦ ક્લાકે બાબાજીના મંદિરમાં ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ ક્લાકે સાધુ, સંતો તથા ભક્તજનોનો ભવ્ય ભંડારો ( મહાપ્રસાદ ) યોજાયેલ જેમાં અનેક જગ્યાએથી વિશાળ સંખ્યામાં સાધુ, સંતો તથા ભાવિક, ભક્તજનોએં બાબાજીના ભંડારાનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી આ શુભ અવસરે સમગ્ર મંદિરને લાઈટ ડેકરોશન, પુષ્પોથી શૂભોષીત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા રામવાડી ગ્રુપના દરેક યુવાનોએં ભાવિકોએ જહેમત ઉઠાવેલ હતી