ઘણા લોકોની ગરદન પર કાળાશ અને મસા હોય છે. મોટાભાગના લોકો તેને ગંદકી માને છે અને તેને સાફ કરવા માટે વિવિધ ઘરગથ્થુ ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ ગંદકી જેમની તેમ રહે છે. જયારે મસાઓ માટે વ્યક્તિ ત્વચાના ડૉક્ટર પાસે જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી સફાઈ કર્યા પછી પણ ગરદન કેમ સાફ નથી થતી? તમે જેને ગરદન પરની ગંદકી માનો છો તે ગંદકી નહીં પણ પ્રી-ડાયાબિટીસની શરૂઆત હોઈ શકે છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસ અને કાળા ગરદન અને મસાઓ વચ્ચે શું સંબંધ છે?
જ્યારે લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય છે ત્યારે ગરદનનો રંગ કાળો થવા લાગે છે. એકેન્થોસિસ નિગ્રીકન્સ ત્વચા પર ફોલ્લીઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તરત જ બ્લડ શુગર ટેસ્ટ કરાવવો જોઈએ. ગરદનનું કાળું પડવું અને ત્યાં મસાઓ દેખાવાએ ડાયાબિટીસની મોટી નિશાની છે. ચામડીના મસાઓ પણ લોહીમાં ઉચ્ચ ટ્રાઇગ્લિસરાઇડ્સ સાથે સંકળાયેલા છે, જે ડાયાબિટીસને કારણે થાય છે. જ્યારે તમારી પાસે ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા હાઇપરટ્રિગ્લિસેરિડેમિયા હોય છે. ત્યારે આ સમસ્યાઓ આપણી ત્વચા પર દેખાવા લાગે છે. ડાયાબિટીસ એ જીવનશૈલી સંબંધિત રોગ છે. જેને ખાવાની સારી ટેવને કારણે તેને નિયંત્રિત કરી શકાય છે.
ગરદન પર ફોલ્લીઓથી કેવી રીતે છુટકારો મેળવવો
જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે પ્રી-ડાયાબિટીસના લક્ષણોને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. ગરદન પરના ડાર્ક સ્પોટ્સને દૂર કરવા માટે જીવનશૈલીમાં સારા આહારનું પાલન કરવું જોઈએ. નિયમિતપણે કસરત કરવી જોઈએ, તણાવ ઓછો કરવો જોઈએ, તમારા આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અને સારી ઊંઘ પણ લેવી જોઈએ. આ નાના ફેરફારો કરીને તમે આ રોગને નિયંત્રિત કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech