યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ જેવી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓની લોકપ્રિયતામાં વધારો થવા છતાં, રૂ. 500 કરતા ઓછાના વ્યવહારો માટે રોકડને પ્રાધાન્ય આપવાનું ચાલુ છે, આ માહિતી એક સર્વેમાં સામે આવી છે.
યુપીઆઇને રૂ. 500 થી રૂ. 1,999 ની વચ્ચેના વ્યવહારો માટે પ્રાધાન્ય મળી રહ્યું છે, લગભગ 47 % લોકો આવા વ્યવહારો માટે ચૂકવણીના આ મોડને પસંદ કરે છે, હાઉ અર્બન ઇન્ડિયા, કિર્ની ઇન્ડિયા અને એમેઝોન પે ઇન્ડિયાના સંયુક્ત સર્વેક્ષણમાં આ બાબતો જણાવાઈ છે. યુપીઆઇએ તમામ ઓનલાઈન ચેનલોમાં લોકપ્રિય છે, લગભગ 53 % લોકો ઉત્પાદનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
આ દરમિયાન કેટલીક ઑફર્સના કારણે ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ વધારો થયો છે. આ અભ્યાસમાં દેશભરના મેટ્રો અને નોન-મેટ્રો સહિત 120 શહેરોમાં 6,000 ગ્રાહકો અને 1,000 વેપારીઓનું મતદાન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. ભારતનું યુપીઆઈ હવે દુનિયાના અનેક દેશોમાં પણ ચાલવા માંડ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં પણ યુપીઆઈનો ઉપયોગ થઈ શકશે.
ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટની પસંદગી ટકાવારીમાં
રોકડ 10 52
યુપીઆઇ 53 25
ડિજિટલ વોલેટ 14 8
ક્રેડિટ કાર્ડ 11 6
ડેબિટ કાર્ડ 5 5
પ્રીપેડ કાર્ડ 1 1
બીએનપીએલ 2 1
નેટબેન્કિંગ 5 2
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech