ખંભાળિયામાં આધેડનું બીમારી સબબ મૃત્યુ
પોરબંદરમાં મીલપરા શેરી નંબર 3 ખાતે રહેતા પ્રેમાંગભાઈ રાજેશભાઈ વાકાણી નામના 28 વર્ષના લોહાણા વેપારી યુવાન તેમની જી.જે. 03 ઈ.સી. 9586 નંબરની ઈઓન મોટરકાર લઈને જામનગરથી પોરબંદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ માર્ગ ભૂલી જતા ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ ખાતે પોતાની કાર એક તરફ પાર્ક કરીને રસ્તો પૂછવા ગયા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 38 ટી. 7800 નંબરના ટ્રકના ચાલક રામાભાઈ કારાભાઈ ગામી (ઉ.વ. 40, રહે. રાવલ) એ ઈઓન કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પ્રેમાંગભાઈ વાકાણીને પગમાં તેમજ સાથે રહેલા કુલદીપ ખગ્રામને માથામાં નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આ ટક્કરમાં કારને પણ વ્યાપક નુકસાની થયાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પોરબંદરના રહીશ પ્રેમાંગભાઈ રાજેશભાઈની ફરિયાદ પરથી ટાટા ટ્રકના ચાલક રામાભાઈ ગામી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
જયારે ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મયુરસિંહ ભાવુભા પરમાર નામના 51 વર્ષના આધેડને છેલ્લા વીસેક દિવસથી કમળાની બીમારી હોય, સારવાર દરમિયાન તેમને શ્વાસ ઉપાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતક પુત્ર વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમારએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech