રાજકોટના જામનગર રોડ પર ન્યારા ચેક પોસ્ટ પાસે રાજકોટ મહાનગરપાલિકાના પંપીંગ સ્ટેશનમાંથી પિયા ૭૮,૦૦૦ ની કિંમતના કોપર વાયરની ચોરી થયા અંગે ગઈકાલે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ વધુ એક આવી ઘટના સામે આવી છે. ગોંડલ પાલિકાના પંપીંગ સ્ટેશનમાં રાત્રિના તસ્કરોએ ત્રાટકી અહીંથી પિયા ૧.૬૧ લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી હોવા અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પંપિંગ સ્ટેશનને નિશાન બનાવતી કેબલ વાયરની ચોરી કરનાર ગેંગ સક્રિય થઈ હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના નાગડકા રોડ પર તિપતિ ગોલ્ડ સોસાયટી શેરી નંબર ત્રણ માં રહેતા વિપુલભાઈ ગોબરભાઇ પાદરીયા (ઉ.વ ૩૪) દ્રારા ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિપુલભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ નગરપાલિકાના ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટ સંભાળતી કંપની જાનવી કન્ટ્રકશનમાં સુપરવાઇઝર તરીકે છેલ્લા ચાર મહિનાથી નોકરી કરે છે અને જાનવી કન્ટ્રકશન કંપનીના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારમાં ગટર સફાઈ વગેરે કામકાજ સાંભળવાનું કામ કરે છે આ ઉપરાંત પંપિંગ સ્ટેશનમાં ખરાબ પાણી ખેંચીને ફિલ્ટર પ્લાન્ટ મોકલવાનું પણ કામ તેમના કાર્યક્ષેત્રમાં છે.
દરમિયાન તારીખ ૨૯૧૨ ૨૦૨૪ ના સવારના ૦૬:૦૦ વાગ્યા આસપાસ તેઓને ગોંડલ હાજી મુસા દરગા રોડ પર મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલા પંપીંગ સ્ટેશનમાં નોકરી કરતા શૈલેષભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પંપીંગ સ્ટેશન અંદર જવાનું મેન લોખંડનો દરવાજાનું તાળું અંદર તોડી કોઈ અહીંથી કેબલ વાયરની ચોરી કરી છે જેથી ફરિયાદી તુરતં અહીં પંપીંગ સ્ટેશનને પહોંચ્યા હતા અહીં આવી તપાસ કરતા પ્લાન્ટની અંદર ચાર મોટરો આવેલી હોય જે મોટરના કેબલ વાયર ચોરી કરી લેતા પ્લાન્ટ બધં થઈ ગયો હતો આ વાયર જેની લંબાઈ ૨૫૫ ફટ જે કુલ વાયર ૩૬૮ ફટ હોય જેની કિંમત પિયા એક ૬૧૫૦૦ રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખસો અહીંથી આ કોપર કેબલ વાયર ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech