જૂનાગઢમાં રહેતી યુવતીએ ઝાંઝરડા ચોકડી નજીક મહાત્મા ગાંધી કોલેજ ઓફ નસિગમાં બીએસસી નર્સિંગ કોર્સમાં પ્રવેશ લીધો હતો.અને ૨૫ હજારની ફી ભરી અસલ ડોકયુમેન્ટ જમા કરાવ્યા હતા.
યુવતીના પિતા હયાત નથી અને પરિવારની જવાબદારી હોવાથી એડમિશન રદ કરવાનું જણાવી ડોકયુમેન્ટ પરત લેવા ગઈ હતી પરંતુ સંચાલકો દ્રારા પૂરી ફી ભર્યા બાદ જ ડોકયુમેન્ટ આપવા આગ્રહ કરતાં દોઢ વર્ષ સુધી ધક્કો ખાઈ થાકેલી યુવતીએ અંતે પોલીસને જાણ કરતાં પોલીસની દરમિયાનગીરીથી પોતાના ડોકયુમેન્ટ પરત મળ્યા હતા.
જૂનાગઢમાં ઓધડનગર વિસ્તારમાં રહેતી કાજલબેન વનુભાઈ જાડેજાએ તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૨ના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ મહાત્મા ગાંધી કોલેજ ઓફ નસિગમાં બીએસસી નસિગ કોર્સમાં પ્રવેશ લીધો હતો.તે સમયે વિધાર્થીનીએ ૨૫ હજારની ફી ભરી હતી અને અસલ ડોકયુમેન્ટ જમા કરાવ્યા હતા. કાજલબેનના પિતા હયાત નથી અને ઘરની જવાબદારી તેની પર હોવાથી ફી ભરવાની ક્ષમતા ન હતી.જેથી કોલેજ સંચાલકોને એડમિશન રદ કરી અસલ ડોકયુમેન્ટ પરત આપવા રજૂઆત કરી હતી.પરંતુ સંચાલકો દ્રારા સંપૂર્ણ ફી ભરશે તો જ ડોકયુમેન્ટ પરત આપવામાં આવશે તેવું જણાવી દેવાતા ટેન્શનમાં આવેલી વિધાર્થીની અને તેના માતાએ દોઢ વર્ષ સુધી કોલેજમાં ધક્કા ખાધા હતા પરંતુ ડોકયુમેન્ટ પરત ન મળ્યા. છેવટે થાકી ગયેલ કાજલબેન દ્રારા ડીવાયએસપીનો સંપર્ક કર્યેા હતો. ત્યારબાદ રીડર પીએસઆઇ વાય એન સોલંકી યુવતીની રજૂઆત સાંભળી કોલેજના સંચાલકોને ફોન કર્યેા હતો અને ત્યારબાદ કોલેજના સંચાલકો દ્રારા કાજલબેનના સાથે અસર ડોકયુમેન્ટ પરત આપ્યા હતા.
ફી ભરવાની ક્ષમતા ન હોવાથી વિધાર્થીનીની રજૂઆત બાદ પણ એડમિશન રદ ન કરી ફી ભરવાના આગ્રહ અને ડોકયુમેન્ટ ન આપવાના કોલેજના મનસ્વી નિર્ણયથી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કે મહાત્મા ગાંધી નસિગ કોલેજનુ શહેરના નામાંકિત રાજકીય આગેવાન દ્રારા સંચાલન થઈ રહ્યું છે. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડો પરંતુ દોઢ વર્ષ સુધી ધક્કા ખવડાવતા કોલેજના મેનેજમેન્ટ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech