રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા ડિમોલિશનની કામગીરી લગભગ બધં જેવી કરી નાખવામાં આવી છે, એક સમય હતો કે રાજકોટમાં દરરોજ ડિમોલિશન થતા હતા અને કરોડો પિયાની જમીન ઉપરથી ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવતા હતા. આવું થવાનું કારણ અિકાંડ બાદ સર્જાયેલો ઘટનાક્રમ નથી પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તંત્રવાહકોને ઝાટકતા ડિમોલિશનથી કરાતા બુલડોઝર ન્યાય મામલે ટીકા કરીને માર્ગદર્શક આદેશ જારી કર્યેા હતો. અલબત્ત આ પ્રકારના માર્ગદર્શક આદેશની પૃભૂમિ અલગ હતી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના તત્રં વાહકો અધિકારીઓ અને ઇજનેરો દ્રારા સુપ્રીમ કોર્ટના આ આદેશનું મનઘડત અર્થઘટન કરીને સમગ્ર શહેરમાં ડિમોલિશન બધં કરવામાં આવ્યા છે. તદ્દન વ્યાજબી અને ન્યાયિક કિસ્સાઓમાં પણ ડિમોલિશન કરવામાં આવતા નથી જેના કારણે ફરિયાદીઓ ધીરજની હદ ગુમાવવાની કક્ષા સુધી પહોંચી જાય છે. કાનૂની આદેશનું મનઘડત અર્થઘટન કરવું તેમજ નિયમ મુજબ બજાવવાની થતી ફરજ ન બજાવવી તે પણ એક ગુનાહિત કૃત્ય છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા યારે કોઇપણ ગેરકાયદે બાંધકામ મામલે ટાઉન પ્લાનિંગ એકટ હેઠળ ૨૬૦ (૧)ની નોટિસ અપાઇ ત્યારે બાંધકામ ગેરકાયદે હોવાનું સ્વયં સ્પષ્ટ્ર થઇ જાય છે કેમકે ફરિયાદ અન્વયે પુખ્ત ચકાસણી, ઇજનેરી કક્ષાએ સ્થળ તપાસ સહિતની બાબતો પછી જ આ નોટિસ અપાતી હોય છે. અલબત્ત આ એક પ્રકારની કાનૂની નોટિસ જ છે. આ નોટિસ ની સમય મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે નોટીસ ધારકે જરી દસ્તાવેજો કચેરીમાં સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરીને તેનો લેખિત ખુલાસો રજૂ કરવાનો હોય છે, તદઉપરાંત આ પ્રક્રિયા પૂર્ણ થયે જો ખુલાસો ગ્રાહ્ય રાખવાને પાત્ર ન જણાતો હોય તો જ ત્યારબાદ કલમ– ૨૬૦(૨)ની નોટિસની બજવણી કરવામાં આવતી હોય છે. ૨૬૦(૨)ની નોટિસ એ એક પ્રકારે ડિમોલિશનનો આદેશ જ છે, કલમ ૨૬૦ (૧) અને (૨) હેઠળની બન્ને નોટીસની બજવણી બાદ ખુલાસો કરવાની પુરતી તક અને સમય મર્યાદા અપાય જ હોય છે. આમ છતાં રાજકોટ મહાનગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશના ઓઠાને આગળ ધરીને ઉપરોકત તમામ પ્રક્રિયાનું જાણે કોઈ જ મૂલ્ય ન હોય તે પ્રકારે સમગ્ર શહેરમાં ડિમોલિશન બધં કરી દેવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના બુલડોઝર્સને બ્રેક મારી દેવામાં આવી છે. ઉપરોકત મુજબ બબ્બે નોટિસ આપ્યા બાદ અને બબ્બે વખત ખુલાસા તેમજ સુનાવણીની અટક આપવામાં આવ્યા બાદ ફરી ત્રીજી વખત નોટિસ આપવી અને ડિમોલિશનમાં વિલબં કરવો તે બાબત પણ કાયદાના ઉલ્લંઘન સમાન કહી શકાય તેવી છે.
સુપ્રીમ કોર્ટ દ્રારા ગેરકાયદે બાંધકામો કે દબાણો દૂર કરવાનું બધં કરો તેવો આદેશ હરગીઝ કરવામાં આવ્યો નથી પરંતુ આદેશના માધ્યમથી ચોક્કસ માર્ગદર્શિકા મતલબ કે સ્ટાન્ડર્ડ પ્રોસિઝર ઓફ ઓપરેટિંગ આપી છે. જંગલેશ્વરના અપવાદપ કહી શકાય તેવા કોર્ટ કેસને આગળ ધરીને સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં ડિમોલિશન બધં કરી દેવા કેટલા અંશે યોગ્ય કહી શકાય તેવો સવાલ રાજકોટની જનતામાંથી ઉઠી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું મનઘડત અર્થઘટન કરી અને મનગડત અર્થઘટન સાથેના આદેશને ઓઠું બનાવીને સમગ્ર શહેરમાં દબાણો તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી બધં કરી દેવામાં આવી છે ત્યારે સો મણનો સવાલ એ પણ છે કે શું મહાપાલિકા તત્રં દરેક આદેશોનું આ પ્રકારે પાલન કરે છે ખરા ? ખરેખર તો મહાનગરપાલિકા તત્રં એ જે રીતે જડતાપૂર્વક ઉપરોકત આદેશની અમલવારી શ કરીને ડિમોલિશન બધં કર્યા છે તે મામલે લીગલ ઓપિનિયન મેળવવો પડે તેવી સ્થિતિ છે, મહાનગરપાલિકા તંત્રને જાણે દોડવું હોય ને ઢાળ મળ્યો હોય કે પછી ભાવતું હોય ને વૈધએ ખાવાનું કહ્યું હોય તેમ ડિમોલિશન તદ્દન બધં કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં હજારો ગેરકાયદે બાંધકામો અને દબાણોને નોટિસો આપવામાં આવેલી છે હવે તે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે શું કોઈ કાર્યવાહી કરવાની નથી ? જો કાર્યવાહી કરવાની ન હોય તો નોટિસો શા માટે આપવામાં આવી ? નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરવી તે બાબત શું સુચવે છે ?
મહાનગરપાલિકા પાસે પોતાની લીગલ બ્રાન્ચ છે જેમાં અનેક કાનૂની નિષ્ણાંતો છે તદુપરાંત લીગલ પેનલ છે જેમાં વકીલોની ફોજ હાજર છે ત્યારે ડિમોલિશન મામલે કરાયેલા ઉપરોકત અર્થઘટન અંગે ડબલ ઓપિનિયન લેવાનો સમય પાકી ગયો છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના પોલીસ તત્રં દ્રારા અનેક બુટલેગર્સ, હિસ્ટ્રીશીટર્સ અને માથાભારે તત્વોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા તો શું પોલીસ તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કયુ છે તેમ માનવાનું રહે ? જો પોલીસ તંત્રને ડિમોલિશનમાં ઉપરોકત આદેશ નડતો ન હોય તો મહાનગરપાલિકા તંત્રની તો મૂળભૂત કામગીરી જ ડિમોલિશન સાથે સુસંગત છે તેવા કિસ્સામાં મહાનગરપાલિકાને આદેશ કયાંથી નડે
ડિમોલિશન વિના વિકાસ થાય? ભાજપ મૌન કેમ?
શહેરોમાં થયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવે તો જ શહેરનો વિકાસ સુપેરે સંતુલિત અને સર્વગ્રાહી રીતે થઈ શકે છે તે વાત સર્વ વિદિત છે તેમ છતાં ભાજપના શાસકોએ પણ મોઢામાં મગ ભર્યા હોય તેમ સમગ્ર શહેરમાં ડિમોલિશન બધં થઈ ગયા છે તેમ છતાં એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યેા નથી.
વિપક્ષ કોંગ્રેસ વોટબેન્કની ચિંતામાં મૌનીબાબા બન્યો
રાજકોટ મહાનગરપાલિકામાં નાબૂદ થવાના આરે ઉભેલો વિપક્ષ કોંગ્રેસ પણ ડિમોલિશન બધં થવાના મામલે વોટ બેન્કની ચિંતામાં મૌની બાબા બની ગયો છે, સમગ્ર શહેરમાં ડિમોલિશન બધં થઈ ગયા છે તેમ છતાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો કે રાજકોટ શહેર કોંગ્રેસે આ મામલે એક પણ રજૂઆત કરવાનું મુનાસીબ માન્યું નથી.
કમિશનરને કોણે ઉલ્ટા ચશ્માં પહેરાવ્યાં?
રાજકોટ મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ડિમોલિશનની કામગીરી તદ્દન બધં થઈ ગઈ છે અને સ્ટાફ દ્રારા અવારનવાર સુપ્રીમ કોર્ટના આદેશનું મનગડત અર્થઘટન એસઓપી અને કમિશનર સાહેબની સુચના એવા શબ્દો પ્રયોગો કરીને અરજદારોના કામ પાછા ઠેલવામાં આવી રહ્યા છે. ખરેખર સવાલ એ પણ છે કે નવનિયુકત મ્યુનિસિપલ કમિશનરને સ્ટાફમાંથી કોણ ઉલટા ચશ્મા પહેરાવી રહ્યું છે. ડિમોલિશન કરવું એ કાયદા મુજબની કામગીરી છે પરંતુ કરવાપાત્ર હોય ત્યાં ડિમોલિશન ન કરવું તે શું સૂચવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએઈના રાષ્ટ્રપતિએ આપી ઈદની ભેટ: 500 ભારતીયો સહિત 1500 કેદીઓને માફી આપી
March 28, 2025 11:24 AMદ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી જામનગર જિલ્લા આહિર સેના પ્રમુખનો આક્રોશ
March 28, 2025 11:21 AMમોટા વાગુદડ ગામે તળાવો ઉંડા ઉતારવા-ચેકડેમ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત
March 28, 2025 11:17 AMભાણવડમાં ડ્રોન સર્વેલન્સથી ગાંજાનું વાવેતર પકડાયું
March 28, 2025 11:15 AMરોકેટ ગતિએ આવતી XUV કાર સિટી બસની પાછળ એવી ઘૂસી કે પડીકું વળી ગઈ, એકનું મોત
March 28, 2025 11:11 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech