બ્રિટિશ આર્મીમાં દાઢી ન રાખવાના નિયમો કેટલા કડક હતા, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૧૮માં તેમના લ દરમિયાન પ્રિન્સ હેરીને દાઢી રાખવા માટે કવીન એલિઝાબેથ દ્રિતીય પાસેથી પરવાનગી લેવી પડી હતી, કારણ કે તેણે ફંકશનમાં આર્મી યુનિફોર્મ પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિટિશ આર્મીમાં લાંબા વાળ અને દાઢી પરનો પ્રતિબધં જે ૧૦૦ વર્ષથી વધુ સમયથી હતો તે હવે હટાવી લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ત્યાંના સૈનિકો લાંબા વાળ અને દાઢી સાથે જોવા મળશે.
વરિ સેના અધિકારી પોલ કાર્નેએ ચાર મિનિટના વીડિયોમાં દાઢીના નવા નિયમો વિશે માહિતી આપી હતી. આ મુજબ સમયાંતરે અધિકારીઓ સૈનિકોની દાઢીનું નિરીક્ષણ કરશે. દાઢી પરનો પ્રતિબધં હટાવવાનું એક કારણ બ્રિટિશ આર્મી તરફ યુવાનો વધારવાનું છે.
પ્રા અહેવાલ મુજબ બ્રિટનની રોયલ નેવી અને રોયલ એરફોર્સને કેટલીક શરતો સાથે દાઢી રાખવાની પરવાનગી પહેલાથી જ આપવામાં આવી હતી. હવે બ્રિટિશ સશક્ર દળોને પણ આ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સશક્ર દળો કિંગ ચાલ્ર્સની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, જેઓ બ્રિટિશ સૈન્યના કમાન્ડર–ઇન–ચીફ છે. પ્રતિબધં દરમિયાન, ધાર્મિક અને તબીબી આધારો સિવાય કોઈપણ બ્રિટિશ સૈનિકને લાંબા વાળ અથવા દાઢી રાખવાની મંજૂરી નહોતી.
બ્રિટિશ સૈનિકોને દાઢી રાખવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમણે નવા નિયમોનું પાલન કરવું પડશે. તેમના મતે દાઢી નેચરલ કલરમાં સામાન્ય રીતે રાખવી પડશે. ફ્રેન્ચ કટ અથવા અન્ય પ્રકારની ડિઝાઇનવાળી દાઢીને મંજૂરી આપવામાં આવશે નહીં. દાઢીને અલગ–અલગ રંગોથી રંગીને સજાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મોટી દાઢીની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આજે આ રાશિના લોકોને મળશે ઇચ્છિત પરિણામ, સમજદારીપૂર્વક આગળ વધવુ
April 13, 2025 08:55 AMહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMHome Loan: હોમ લોન લેવી થશે સરળ, આ સરકારી બેંકે ઘટાડ્યા પોતાના વ્યાજ દર
April 12, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech