RBI દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ આ સરકારી બેંકે પણ પોતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જેનાથી હવે તમને આ બેંકમાંથી હોમ લોન લેવી સસ્તી પડશે. ચાલો જાણીએ કે બેંક કઈ છે અને તેણે કેટલો વ્યાજ દર ઘટાડ્યો છે.
RBI દ્વારા વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ હવે બેંકોએ પણ વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી ક્ષેત્રની બેંક ઈન્ડિયન ઓવરસીઝ બેંકે રેપો રેટ સાથે જોડાયેલા વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે આ અંગે શનિવારે જાણકારી આપી છે. બેંકના આ નિર્ણય બાદ તમને હોમ લોન સસ્તી મળશે.
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પોતાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની તાજેતરની બેઠકમાં પોલિસી રેટ રેપોને 6.25 ટકાથી ઘટાડીને છ ટકા કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ હવે ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો થવાથી હોમ લોન સહિત આ બેંકમાંથી લેવામાં આવતી તમામ લોનની EMI ઓછી થશે.
હોમ લોન થશે સસ્તી
બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ હવે આ બેંકમાંથી હોમ લોન સસ્તી થશે. જો કોઈ આ સરકારી બેંકમાંથી લોન માટે અરજી કરશે, તો તેણે ઓછી EMI ચૂકવવી પડશે. હોમ લોન સિવાય બાકીની લોન પણ હવે સસ્તી થઈ જશે.
બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા અઠવાડિયે ભારતીય વસ્તુઓની આયાત પર 26 ટકા શુલ્કની જાહેરાત બાદ વધતી અનિશ્ચિતતાઓ વચ્ચે આવ્યો છે. પહેલા RBIએ દેશમાં મોંઘવારીને નિયંત્રિત કરવા અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે વ્યાજ દર પર નિર્ણય લીધો છે.
હવે કેટલું છે વ્યાજ?
ઈન્ડિયન ઓવરસીઝ બેંક એક સરકારી બેંક છે. બેંકે રેપો સાથે જોડાયેલી લોન પર વ્યાજ દરને 0.25 ટકાના ઘટાડા સાથે 9.10 ટકાથી ઘટાડીને 8.85 ટકા કર્યો છે. આ ઘટાડો 12 એપ્રિલ, 2025થી લાગુ થશે. એટલે કે આજ પછીથી બેંકમાંથી લોન લેનારા લોકોની EMI ઓછી થઈ જશે. તેમને વ્યાજ તરીકે ઓછા રૂપિયા ચૂકવવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પારો ફરી ઉંચકાયો, રાજકોટ સૌથી ગરમ શહેર, જાણો તમારા શહેરનું તાપમાન
April 13, 2025 08:25 PMIPL 2025: RCB એ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટથી હરાવ્યું
April 13, 2025 07:53 PMમુર્શિદાબાદ હિંસા પર TMC ધારાસભ્યએ કહ્યું- રમખાણો માટે મોદી, યોગી અને શાહ જવાબદાર
April 13, 2025 05:31 PMઅવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ
April 13, 2025 05:20 PMગર્લફ્રેન્ડ ગૌરી સાથે ચીનમાં જોવા મળ્યો આમિર ખાન, જુઓ વિડિયો
April 13, 2025 04:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech