પોરબંદરના સમુદ્રકાંઠા નજીક ૧૧ એપ્રિલ સુધી બોટ અને પીલાણાનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવશે તે અંતર્ગત અનઅધિકૃત માચ્છીમારી કરનારા સામે ગુન્હા પણ દાખલ થઇ રહ્યા છે.
કોસ્ટલ સીકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રાખવા સુચના થયેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ ગુજરાત રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતિથી જેમકે, લાઇન ફિશીંગ, ઘેરા ફિશીંગ, લાઇટફિશીંગથી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા ઇસમો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરિયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા તેમજ કોસ્ટલ સીકયુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા તા ૧૧-૪ સુધી પોરબંદર જિલ્લાના દરિયાઇ/ દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે ડ્રાઇવ સબબ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઇ પેટ્રોલીંગ દરમ્યાન બે ફાયબર બોટ (પીલાણા-ઓ.બીમ.એમ.)માં અનઅધિકૃત રીતે ગેરકાયદેસ રીતે ફિશીંગ કરતા મળી આવતા આ બોટના ટંડેલ તથા ખલાસી વિધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ની કાયદાની કલમ-૨૧(૧) (ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે, પોલીસ સબ. ઇન્સ્પેકટર એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. કે.બી.લોઢારી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ કરશન કાનાભાઇ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ વિશાલસિંહ અભેસિંહ વાઢેળ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech