ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની રાજકોટ ખાતેની કચેરીએ ગઈકાલે ધુળેટીના દિવસે મહત્તમ તાપમાનનો પારો જાહેર કરવામાં મહાભગો કર્યો હતો. રાજકોટમાં ધુળેટીના દિવસે મહત્તમ તાપમાન બપોરે બે -30 વાગ્યે 43 ડિગ્રી અને સાંજે 5:30 વાગ્યે 43.5 ડિગ્રી હોવાનું જાહેર કર્યા બાદ રાત્રે આ બાબત ધ્યાન પર આવતા જુના બુલેટિન ડીલીટ કરીને નવેસરથી બુલેટિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને તેમાં રાજકોટમાં બપોરે 2:30 વાગ્યે 38 ડિગ્રી તથા સાંજે 5:30 વાગ્યે 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન હોવાનું જાહેર કર્યું હતું.
રાજકોટમાં ધુળેટીના દિવસે મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી હોવાનું વેધર ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરાતા જ સોશિયલ મીડિયામાં તે અંગેના મેસેજ અને ન્યૂઝ બ્રેકિંગ ફરતા થઈ ગયા હતા. ગરમીમાં ઘટાડો થયા હોવા છતાં હવામાન ખાતાએ પાંચ ડિગ્રીનો વધારો જાહેર કરતા આંકડાકીય માહિતી સાંભળીને અનેક લોકોને પરસેવો છૂટી ગયો હતો. પરંતુ રાત્રે આ બુલેટિનમાં સુધારો કરવામાં આવ્યો હતો. જો કે તેનો કોઈ હેતુ સિદ્ધ થયો ન હતો. કારણ કે સાંજના બુલેટિનની જાહેરાત કરતાની સાથે જ તે સ્ટેટ વેધર ડિપાર્ટમેન્ટ ને મોકલી દેવાયો હતો. રાજકોટના હવામાન ખાતાએ પોતાની ભૂલ સુધારી 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન હોવાનું જાહેર કર્યું હતું પરંતુ સ્ટેટ વેધર ડિપાર્ટમેન્ટની આંકડાકીય માહિતીમાં રાજકોટમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી હોવાનું જણાવ્યું છે અને તેમાં કોઈ સુધારો કરાયો નથી.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ને માહિતી મોકલવામાં આવતી હોય છે તેમાં સુધારેલી માહિતી મોકલી હતી. પરંતુ પોતાના સ્ટેટમેન્ટમાં કોઈ સુધારો કર્યો ન હતો. નેશનલ લેવલે સુધારેલી માહિતી મોકલવામાં આવી હોવાથી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન ગઈકાલે ઓડિશાના જરસુમુડા ખાતે 41.8 ડીગ્રી હોવાનું જણાવ્યું હતું.
શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાનની વાત હોય કે ઉનાળાની સિઝનમાં મહત્તમ તાપમાન ની વાત હોય, રાજકોટ મોટાભાગે સમગ્ર દેશમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ટોચ પર હોવાનું છેલ્લા ઘણા દિવસોથી જણાવવામાં આવી રહ્યું છે. દર મહિને ચારથી પાંચ વખત આવું બનતું હોય છે ત્યારે જ હવામાન ખાતાના જાણકારો આશ્ચર્ય પામતા હોય છે. મશીનરીનો વાંક છે કે આંકડાકીય માહિતીની રીડિંગની આમાં ભૂલ છે ? તેવા સવાલો ઉઠાવી રહ્યા છે. ગઈકાલના બનાવ પછી આવી શંકા લોકોમાં વધુ પ્રબળ બની છે અને વેધર ડિપાર્ટમેન્ટની રાજકોટ કચેરી સાચી આંકડાકીય માહિતી જાહેર કરે તેવી વાતો પણ થઈ રહી છે.
આજે કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ગરમીનું વધુ પ્રમાણ કચ્છમાં જ રહેશે અને ત્યાં અમુક જગ્યાએ 40 ડિગ્રી કે તેની આસપાસ તાપમાન રહેશે. રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી થી નીચે રહેવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને તેના કારણે ગરમીમાં વધુ રાહત મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું નહોતો ઇચ્છતો કે પીએમ મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓ રાજધાનીમાં ખાડા જુએ: ટ્રમ્પ
March 15, 2025 02:32 PMગ્રીન કાર્ડ કોઈપણને અમેરિકામાં કાયમી રહેવાની ગેરંટી આપતું નથી: જેડી વેન્સ
March 15, 2025 02:30 PMભારતે આર્મ્સ એજન્ટ ભંડારીના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં અપીલ દાખલ કરી
March 15, 2025 02:28 PMજામનગર: મોરકંડા ગામે યુવકની હત્યામાં સામેલ શખ્સો પકડાયા
March 15, 2025 02:10 PMજોડિયાના લીંબૂડા ગામમાં 200 વર્ષથી ગ્રામ સંસદ ભરાઈ છે...જાણો કેવી હોય છે કામગીરી
March 15, 2025 01:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech