ભારતના કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટની જાહેરાત કરતી વખતે ઇલેક્ટ્રિક કારના ભાવ ઘટાડવાની વાત કરી. તેમણે કહ્યું કે હવે ઇલેક્ટ્રિક કાર પહેલા કરતા ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે લિથિયમ આયન બેટરી પરનો ટેક્સ ઘટાડવામાં આવશે.
સરકાર ઈવી ક્ષેત્રના વિસ્તરણ માટે પગલાં લઈ રહી છે, જેની ઝલક નાણાકીય વર્ષ 2025-2026 ના કેન્દ્રીય બજેટમાં જોવા મળી હતી. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું ધ્યાન ઈવી ક્ષેત્ર પર રહેશે.
સરકારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વિચારી રહેલા લોકોને મોટી રાહત આપી છે. વર્ષ 2024માં ઓટો સેક્ટરમાં જે મંદી જોવા મળી હતી તે હવે વેગ પકડશે. આ વખતે બજેટમાં સરકારે ઓટો કંપનીઓની સાથે સામાન્ય લોકોનું પણ ધ્યાન રાખ્યું છે. જે લોકો નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થવાનો લાભ મળશે. તે જ સમયે કંપનીઓના ઈવી વેચાણમાં પણ વધારો થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech