વીંછિયા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાં આવેલી વાડીએ પરિણીતા ભુવા પાસે દાણા જોવડાવવા ગઈ હતી તે સમયે ભુવાએ પરિણીતાનો હાથ પકડી તેની છેડતી કરી હતી. બાદમાં આ વાતનો ખાર રાખી પરિણીતાના દિયર સહિતના પરિવારજનો અહીં વાડીએ આવી ભુવાને પાઇપ અને છરી વડે બેફામ મારમારી હાથમાં ફ્રેકચર કરી દીધું હતું.ભુવાની પત્ની અને તેના ભાઈ સાથે પણ મારકૂટ કરી હતી. આ ઘટના મામલે પરિણીતાની ફરિયાદ પરથી ભુવા સામે કાળા જાદુના કાયદા હેઠળ તેમજ છેડતી કરવા અંગેનો ગુનો નોંધાયો છે. તો સામા પક્ષે પરિણીતાના દિયર સહિત છ શખસો સામે ગેરકાયદે મંડળી રચી મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં રહેતી મૂળ ચોટીલાના નવાગામની વતની ૨૭ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના તબીબી રિપોર્ટ સારા ન આવતા હોય તેમણે આ બાબતે તેમના પરિચિત અને દૂરના સગામાં થતા એવા વિંછીયાના ઢેઢુકી ગામે રહેતા ચકુ પોલાભાઈ સાકળીયા (ઉ.વ ૬૫) કે જે ભુવાનું કામ કરતા હોય તેને ત્યાં દેખાડવાનું નક્કી કયુ હતું બાદમાં આ બાબતે ચકુભાઈને વાત કરતા તેમણે દાણા જોઈ માનતા કરવાનું કહ્યું હતું. બાદમાં અહીં વાડીએ બોલાવ્યા હતા જેથી પરણિતા તથા તેની પત્ની અહીં વાડીએ ગઈ હતી આ દરમિયાન પરિણીતાના પતિ સુરેશ દૂધ લેવા માટે ગયો હતો ત્યારે તેની ગેરહાજરીમાં ભુવા ચકુ સાકળીયાએ પરિણીતાનો હાથ પકડી છાતી પર હાથ ફેરવી તેની છેડતી કરી હતી. આ અંગે પરણીતાની ફરિયાદ પરથી વીંછિયા પોલીસે ચકુ પોલાભાઈ સાકળીયા વિદ્ધ બીએનએસ કલમ ૭૫ (એ) (૧), ૭૫(૨) તથા ઇવીલ એન્ડ અઘોરી પ્રેકિટસિસ એન્ડ બ્લેક મેજીક એકટ ૨૦૨૪ ની કલમ ૩(૨) મુજબ ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે ઢેઢુકી ગામે રહેતા ચકુભાઈ ભોળાભાઈ સાકળીયા (ઉ.વ ૬૫) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ સામંતભાઈ મેણીયા (રહે.દેવપરા આણંદપર, ચોટીલા) તથા તેની સાથેના ૬ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ચકુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ રાત્રિના તેમની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી તેમની પત્નીની સાડી ખેંચી ઝપાઝપી કરી હતી તેમજ આરોપીઓએ વૃદ્ધ પર પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર કરી દીધું હતું. અન્ય આરોપીઓએ હાથમાં ધારીયુ તથા છરી સહિતના હથિયારો સાથે અહીં ઘરમાં આવી ફરિયાદી પર હત્પમલો કર્યેા હતો તેમજ તેમને ઢસડી ફળિયામાં લઈ જઇ તેને તથા તેના પુત્ર ધનજીને મારમાર્યેા હતો આ સમયે તેમના પત્ની વચ્ચે પડતા તેમને પણ મારમાર્યેા હતો.
ચકુભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી વિશેક દિવસ પૂર્વે તેમના ભાણેજ સામંતભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સુરેશભાઈની પત્નીને દવાખાને રિપોર્ટ સારા નથી આવતા તેથી તમે દાણા જોઈ દો જેથી ચકુભાઈએ કહ્યું હતું કે, મે દાણા જોવાનું બધં કરી દીધું છે તું દાદાને માનતા કર અને સાં થઈ જાય માનતા કરવા આવજો તેમ કહ્યું હતું. બાદમાં પાંચેક દિવસ પૂર્વે સુરેશ તથા તેની પત્ની અહીં દાદાને માનતા કરવા માટે આવ્યા હતા. આ સમયે ઘરે દૂધ ન હોય સુરેશ દૂધ લેવા માટે ગયો હતો. બાદમાં તે પરત આવતા કહેવા લાગ્યો હતો કે તમે મારી પત્નીનો હાથ કેમ પકડયો તેવા ખોટા આરોપ લગાવી બોલાચાલી કરી હતી બાદમાં આ વાતનો ખાર રાખી સુરેશનો નાનો ભાઈ વિશાલ તથા અહીં લાકડી, પાઇપ, છરી સહિતના હથિયાર સાથે ધસી આવી આ હત્પમલો કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech