ભુજ એસીબીએ આજે અલગ અલગ બે જગ્યા છટકું ગોઠવી બે લાંચિયા સરકારી કર્મચારીને ઝડપી પાડ્યા છે. જેમાં પાટણમાં પાણી પુરવઠા વિભાગનો આસિસ્ટન્ટ એન્જિનિયર રવિ શાંતીલાલ દરજીને પાટણના જલભવન કચેરીના કમ્પાઉન્ડમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે ગાંધીધામમાં પંજાબ નેશનલ બેંકમાં આધારકાર્ડ ઓપરેટર યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાને બેંકના જ કમ્પાઉન્ડમાં માત્ર 100 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. આ કાર્યવાહી ભુજ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શનમાં ગાંધીધામ એસીબીના એલ.એસ. ચૌધરીએ કાર્યવાહી કરી હતી.
પાણી પુરવઠા બોર્ડનો આસિ.એન્જિનિયર 1 લાખની લાંચ લેતા ઝડપાયો
આ કામના ફરીયાદીએ સરકારની નલ સે જળ યોજના હેઠળ (જલજીવન જીવન મિશન કાર્યક્રમ તળે) વર્ષ ૨૦૨૨-૨૩” માં સમી તાલુકાના સમી ખાતે પાણીની પાઈપલાઈન નાખવાનું કામ કર્યું હતું અને આ કામના છેલ્લા હપ્તાના (ડિપોઝિટ) પેટેનું બીલ રૂ.૩૮,૪૪,૫૯૮ જેટલું લેવાનું પેન્ડિંગ હતું. જે બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપીતે રૂ.૧.૦૦,૦૦૦ની ગેરકાયદેસર માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય પાટણ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ ૧,૦૦,૦૦૦ સ્વીકારી આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો.
આધારકાર્ડ ઓપરેટરે 100 રૂપિયાની લાંચમાં મોઢું નાંખ્યુ
આ કામમાં હકિકત એવી છે કે, કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકની બહાર સરકારની પ્રજાલક્ષી આધારકાર્ડની વિતરણ કામગીરીમાં સરકારના નિયમોનુસાર ફી (ચાર્જ) લેવાની હોય છે. પરંતુ એસીબી ગાંધીધામને ખાનગી રાહે હકિકત મળી હતી કે, પંજાબ નેશનલ બેંકની બહાર આધારકાર્ડમાં સુધારા-વધારા (અપડેટ) કરનાર આધારકાર્ડ ઓપરેટર દ્વારા પ્રજાજનો પાસેથી સરકારની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૧૦૦ થી ૧૦૦૦ સુધીની માગણી કરે છે. આ હકિકતની ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે ખાનગી રાહે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિકોય છટકા દરમિયાન આ કામના આરોપી યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડીકોયરના આધારકાર્ડમાં તેઓના મોબાઇલ નંબર અપડેટ કરી સરકારની નિયત કરેલી ફી ઉપરાંત ગેરકાયદેસર લાંચ પેટે રૂપિયા ૧૦૦ની માંગણી કરી હતી. આ 100 રૂપિયાની લાંચ લેતા તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech