યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી ૪ જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી જૂન સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ગાડી નંબર ૦૯૨૦૭/૦૯૨૦૮ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ગાડી નંબર ૦૯૨૦૭ બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ ૨૮ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૨૬ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ગાડી નંબર ૦૯૨૦૮ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ ૨૭ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૨૭ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. ઉપરોક્ત બંને ગાડીઓ માટે ટિકિટ બુકિંગ ૨૭.૦૩.૨૦૨૫ ગુરુવાર થી શરૂ થશે.
ગાડી નંબર ૦૯૨૧૧ ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ગાડી નંબર ૦૯૨૧૨ બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. ગાડી નંબર ૦૯૨૧૬/૦૯૨૧૫ ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડગાડી નંબર ૦૯૨૧૬ ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ગાડી નંબર ૦૯૨૧૫ ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. ગાડી નંબર ૦૯૫૩૦/૦૯૫૨૯ ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડગાડી નંબર ૦૯૫૩૦ ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ગાડી નંબર ૦૯૫૨૯ ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૩૦ જૂન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMદૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં ૫૫૨થી ઉછળીને ૭,૧૦૯ થયો
April 03, 2025 12:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech