દેહરાદૂનમાં સાથે અભ્યાસ કરતી યુવતી પર તેની સાથી મુસ્લિમ યુવતીએ ધર્મ પરિવર્તન કરી લેવા દબાણ કયુ હતું અને એવી લાલચ આપી હતી કે જો તું ધર્મ બદલાવીશ તો તારા નીકળ હુ ખુબ માલેતુજાર શ્રીમતં આદમી સાથે કરાવી દઈશ અને તને જીંદગીમાં કશી વાતે કોર મણા નહી રહે. આવું ટોર્ચરિંગ વધતા અંતે મામલો પોલીસમાં પહોચ્યો હતો અને દૂન પોલીસે આ કિસ્સામાં તપાસ શ કરી છે.
દેહરાદૂન પોલીસ સામે એક વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેમાં ધમાતરણ કરવા માટે પુષ નહી, એક મહિલાએ તેની સાથી મિત્ર પર ખુબ દબાણ કયુ હોય. અહીં એક કશીમીરી યુવતીએ તેની મુસ્લિમ મહિલા મિત્ર પર બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. મામલાને ગંભીર જોતા પોલીસે ઉત્તરાખડં ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.રાજધાની દેહરાદૂનમાં લો કોલેજની એક વિધાર્થીનીએ કાશ્મીરની તેની સાથી વિધાર્થીની પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિધાર્થીનું કહેવું છે કે તેની મિત્ર તેને વારંવાર ધર્મ પરિવર્તન કરવા કહે છે. તે તેને કોઈ ખાસ ધર્મના અમીર છોકરા સાથે લ કરવા માટે પણ ઉશ્કેરે છે.
પીડિતાએ આ રીતે ધર્મ બદલવાની અને નિકાહ કરવાની ના પાડી તો આરોપી વિધાર્થીએ યુવતીના કેટલાક ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી.પીડિતાનું કહેવું છે કે તેની મિત્ર તેને હિંદુ ધર્મ વિશે ખરાબ બોલતી હતી અને કહેતી કે તમારા ધર્મમાં લોકો ભગવાનના નામે ડ્રગ્સ લે છે, યારે અમારો ઇસ્લામ ધર્મ જ સાચો ધર્મ છે. તમારે ધર્મ પરિવર્તન કરવું પડશે, તેના માટે હત્પં તમારા લ સન્માનિત મુસ્લિમ પરિવારમાં કરાવીશ. તમને કયારેય કોઈ તકલીફ નહીં પડે.આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો અને મેં તેમ કરવાની ના પાડી, ત્યારબાદ તેણે ફોટો લીક કરવાની ધમકી આપી અને કહ્યું કે હત્પં તને જે કહીશ તેની સાથે વાત કરવી પડશે અને મારે તેમની પાસેથી પૈસા લેવા પડશે.તે મારા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી રહી. હત્પં છ મહિના સુધી કોલેજ પણ ન જઈ શકી. આપઘાતના વિચારો પણ કરી લીધા.
આરોપીને સમન્સ ઇસ્યુ કરાયું
દેહરાદૂનના એસએસપી અજય સિંહે જણાવ્યું કે પીડિતાની માતા દ્રારા રાયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેની પુત્રી સ્થાનિક કોલેજમાં અભ્યાસ કરે છે અને ત્યાં તેની એક મિત્ર, જે કાશ્મીરી મૂળની છે, તેણે તેના કેટલાક ખાનગી ફોટા લીધા હતા. તે પછી સમયાંતરે તેણે મને તેના અન્ય મિત્રો સાથે મિત્રતા કરવા પ્રોત્સાહિત કર્યા. એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાને નિવેદન આપવા માટે બોલાવવામાં આવી છે. જેથી અન્ય પુરાવા એકત્ર કરી શકાય. આરોપી યુવતીને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે, જેથી તેની પૂછપરછ કરી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech