ભારતીય રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે બેંકો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ જેનો ઉલ્લેખ મુખ્ય નિવેદનમાં ઉધાર લેનારની સંમતિ વિના કરવામાં આવ્યો નથી તેવી કોઈ પણ વધારાની રકમ લોનની સંપૂર્ણ મુદત દરમિયાન વસૂલ કરી શકતી નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબરના રોજ અથવા તે પછી મંજૂર કરાયેલી તમામ નવી રિટેલ અને એમએસએમઈ ટર્મ લોન, જેમાં હાલના ગ્રાહકોને નવી લોન આપવામાં આવી છે, તેણે કેએફએસ માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. કોઈપણ ફી, ચાર્જીસ, વગેરે કે જેનો કેએફએસમાં ઉલ્લેખ નથી તેવી રકમ લોનની મુદત દરમિયાન કોઈપણ તબક્કે, ઉધાર લેનારની સ્પષ્ટ સંમતિ વિના, ઉધાર લેનાર પાસેથી વસૂલી શકાશે નહીં.
સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીની મોનેટરી પોલિસી દરમિયાન આદેશ આપ્યો હતા કે તમામ નિયમનકારી સંસ્થાઓએ રિટેલ અને એમએસએમઈ લેનારાઓને કી ફેક્ટ સ્ટેટમેન્ટ (કેએફએસ) પ્રદાન કરવું આવશ્યક છે, જેમાં સર્વસમાવેશક વાર્ષિક ટકાવારી દર (એપીઆર) અને વસૂલાત અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓ પરની વિગતો સહિતની મહત્વપૂર્ણ માહિતી સામેલ હોય.
આરબીઆઈએ કેએફએસ અને વાર્ષિક ટકાવારી દર (એપીઆર)ની જાહેરાત પરની તમામ સૂચનાઓને એકરૂપ બનાવવાનો નિર્ણય કર્યો છે.આ પારદર્શિતા વધારવા અને વિવિધ નિયમનકારી સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી સ્કીમની માહિતીનું અતિરેકપણું ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે, જેનાથી ઋણ લેનારાઓને નાણાકીય નિર્ણયો લેવામાં સરળતા રહે.
બેંકો ગ્રાહકોને લોન, વ્યાજ વિશે સરળ શબ્દોમાં વિગતો આપો: આરબીઆઈ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તમામ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપ્નીઓને સંભવિત લોન લેનારાઓને નિર્ણયો લેવામાં મદદ કરવા લોન અને ચૂકવવામાં આવનાર વ્યાજ વિશે સરળ શબ્દોમાં ’કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ’ (કેએફએસ) આપવાનો નિર્દેશ આપ્યો છે. સેન્ટ્રલ બેંકે ગ્રાહકોને બેંકિંગની ટેકનિકલ શરતોની જાળમાંથી બચાવવા માટે આ પહેલ કરી છે. આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપ્નીઓ જેવી તમામ નિયમનકારી સંસ્થાઓએ આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા પ્રમાણિત ફોર્મેટ મુજબ, લોન કરારનો અમલ કરતા પહેલા તમામ સંભવિત લોન લેનારાઓને કેએફએસ આપવું પડશે.કેએફએસ ગ્રાહકોને સમજાય તેવી ભાષામાં લખવામાં આવશે કેએફએસને એક અનન્ય દરખાસ્ત નંબર આપવામાં આવશે અને સાત દિવસ કે તેથી વધુ સમયગાળાની લોન માટે ઓછામાં ઓછા ત્રણ કાર્યકારી દિવસોની માન્યતા અવધિ હશે. સાત દિવસથી ઓછી મુદતવાળી લોનની માન્યતા અવધિ એક કાર્યકારી દિવસની હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech