બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માગ કરી છે, બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને આજે બપોરે કહ્યું કે, અમે ભારત સરકારને કહ્યું છે કે, બાંગ્લાદેશ સરકાર ઇચ્છે છે કે શેખ હસીના ન્યાયિક પ્રક્રિયા માટે બાંગ્લાદેશ પરત ફરે. અમે ભારત સરકારને રાજદ્વારી પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ સરકાર ઇચ્છે છે કે શેખ હસીના ફરીથી કાયદાનો સામનો કરે. હસીના સામે બાંગ્લાદેશમાં 225થી વધુ કેસ છે
આ પહેલા ગૃહ મામલાના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. હકિકતમાં 5 ઓગસ્ટે તખ્તાપલટ બાદ શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણ લીધી હતી. ત્યારથી તે અહીં છે. બાંગ્લાદેશમાં બળવા પછી બનેલી સરકારે હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને રાજદ્રોહ સુધીના 225થી વધુ કેસ નોંધ્યા છે. તે જ સમયે બાંગ્લાદેશની યુનુસ સરકારે કહ્યું છે કે, ભારતમાં રહીને હસીનાએ આપેલા નિવેદનો બંને દેશોના સંબંધોને બગાડી રહ્યા છે.
બાંગ્લાદેશ કઈ સંધિ હેઠળ ભારત પાસેથી શેખ હસીનાની માગણી કરી રહ્યું છે?
ભારત અને બાંગ્લાદેશની સરકારો વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંબંધિત સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 2013થી ભારત વચ્ચે 'પ્રત્યાર્પણપાત્ર ગુનાના કેસોમાં' આરોપી અથવા ભાગેડુ આરોપીઓ અને કેદીઓને એકબીજાને સોંપવાનો કરાર થયો હતો. બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે આ સંધિ હેઠળ તે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માગ કરી રહી છે. જો કે, આ પ્રત્યાર્પણ સંધિનો એક વિભાગ જણાવે છે કે જો પ્રત્યાર્પણ કરવાની વ્યક્તિ સામેના આરોપો રાજકીય પ્રકૃતિના હોય તો વિનંતીને નકારી શકાય છે.
ક્યાં ગુના હેઠળ પ્રત્યાર્પણની માગ કરી શકાય?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ રાજકીય કેસ સિવાય ગુનાઓમાં સામેલ વ્યક્તિઓના પ્રત્યાર્પણની મંજૂરી આપે છે. આ ગુનાઓમાં આતંકવાદ, બોમ્બ બ્લાસ્ટ, હત્યા અને ગુમ થવા જેવા ગુનાઓ સામેલ હતા. જો કે, બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર સામૂહિક હત્યા, લૂંટ અને બનાવટના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સિવાય બાંગ્લાદેશના એક કમિશને પણ તેના પર લોકોને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે. 'અનફોલ્ડિંગ ધ ટ્રુથ' નામના આ રિપોર્ટમાં શેખ હસીના પર બાંગ્લાદેશના કેટલાક મહત્વપૂર્ણ લોકોને ગાયબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech