રૂપેણબંદર વિસ્તારમાં હત્યા પ્રયાસના ગુનામાં આઠ આરોપીઓના જામીન મંજૂર

  • August 05, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીકના રૂપેણ બંદર ખાતે ફરિયાદી ઈસ્માઈલ અલીભાઈ ભેસલીયાએ તેમના દંગામાં સી.સી. ટી.વી. કેમેરા લગાવ્યા હતા, તે કેમેરા હટાવી લેવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા આરોપી ઈકબાલ જુમા સાથે બોલાચાલી થવા પામી હતી. જેને અનુલક્ષીને ગત તારીખ 10 જુલાઈના રોજ સાંજના સમયે આરોપી ઈકબાલ જુમા લોખંડના પાઈપ તથા અન્ય આરોપીઓ લાખા જુમા ભેસલીયા, યાકુબ અલારખા, યાસીફ ઈકબાલ, સુલેમાન ઈકબાલ, ઓસમાણ ઈકબાલ, નઝીર હુસેન ઈકબાલ અને જુમા અલારખા નામના કુલ આઠ શખ્સોએ ધસી આવી, એકસંપ કરીને સળિયા, લાકડી, પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરતા ફરિયાદીને માથાના ભાગે 36 ટકા આવ્યા હતા.

આ રીતે ઘાતક હુમલો કરવા બદલ તમામ આઠ શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં જૂની આઈપીસી કલમ 307 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત આઠેય આરોપીઓની અટકાયત કરી, અદાલતમાં રજૂ કર્યા બાદ જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપ્યા હતા. આ અંગે આરોપીઓ દ્વારા જામીન ઉપર છૂટવા માટે દ્વારકાની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતાં એડિશનલ જજ શ્રી કે.જે. મોદીએ આઠેય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે અહીંના વિદ્વાન વકીલ જીતેન્દ્રભાઈ હિંડોચા વિગેરે રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application