રાજકોટમાં 2014ની સાલમાં આસારામના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું કાવતરું ઘડનાર તરીકે પકડાયેલા મુખ્ય આરોપી કિશોર બોડકેની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
આ અંગે સુધીરભાઈ નિરંજનભાઇ પંડ્યા ( રહે. રણછોડ નગર રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદ ઓઢવ વિસ્તારના પંચકર્મ ચિકિત્સક વેદરાજ અમૃતભાઈ પ્રજાપતિ અઠવાડિયામાં એક દિવસ રણછોડનગરની પોતાની ક્લિનિકમાં આયુર્વેદ કન્સલ્ટન્સી કરતા હોય, દરમિયાન તે અગાઉ આસારામના સેવક ઉપરાંત ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ હતા, તેમાં કોઈ બાબતે વાંધો પડતા ડો. અમૃતભાઈ પ્રજાપતિ મીડિયામાં આસારામની વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ આપતા હોય તે બાબતનો ખાર રાખીને ગઈ તારીખ 23/ 5/ 2014ના રોજ સવારે રણછોડનગરના ક્લિનિકમાં દર્દીને બતાવવાના બહાને ઘૂસી જઇ અજાણ્યા શખસે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને ડો. અમૃતભાઈ પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, એમને તાત્કાલિક કારમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડો. પ્રજાપતિને મોઢે દાઢીના ભાગે ગોળી વાગી હોય બોલી શકતા ન હતા, તેથી સુધીરભાઈએ ફાયરિંગ કરનારના વર્ણન સાથે ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું
ત્યારબાદ સારવાર દરમ્યાન ડો. અમૃત પ્રજાપતિનું મૃત્યુ થતાં પોલીસે ફરીયાદમાં ઈ.પી.કો. કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો. સાથે પોલીસે તપાસ હાથ ધરતા બસવરાજ ઉર્ફે વસુ અવન્તા તિલ્લોલી, કિશોર બાલકૃષ્ણ બોડકે, મનોજ ઉર્ફે મની ઉર્ફે સુર્યા, અંકિત ઉર્ફે સુરજ રામસાગર, ગોળીબાર કરનાર તરીકે કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ સન ઓફ દુલાલચંદ વિનક્રિષ્ન હલદર તથા સંજીવ ઉર્ફે સંજય પંજાબી ઉર્ફે સંજુ સન ઓફ કિશન કિશોર વૈદ્ય વિગેરે આરોપીઓના નામ તપાસ દરમ્યાન ખુલવા પામતા તપાસના અંતે પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ-૩૦૨, ૧૨૦બી તથા આર્મ્સ એકટ-૨૫ (૧-બી)એ, ૨૭ તથા જી. પી.એકટ-૧૩૫(૧) મુજબના કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.
એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી
જે ચાર્જશીટમાં પોલીસે આરોપી કિશોર બોડકેને મુખ્ય કાવતરાખોર આરોપી તરીકે નાસતા ભાગતા તરીકે દર્શાવેલ. દરમિયાન આરોપી કિશોર બોડકે પકડાઇ ગયા બાદ જેલ હવાલે થયો હતો. ચાર્જશીટ રજુ થઈ જતા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેએ તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.
આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની જામીન અરજી મંજુર કરવામાં આવી
જે જામીન અરજીમાં અરજદા૨ કિશોર બોડકે તરફે એવી રજુઆત કરવામાં આવેલ હતી કે, હાલનાં અરજદાર સામેનો કેસ ખોટો અને ઉપજાવી કાઢેલો છે, કથીત ઘટના સમયે અરજદાર જેલમાં હતા, અરજદારનું નામ એફ.આઈ.આર.માં આપવામાં આવેલ નથી, સહઆરોપી બસવરાજ ઉર્ફે વાસુ અવન્ના તિલ્લોલીને હાઈકોર્ટે જામીન પર મુકત કર્યા હતા, તેની પેરિટીમાં કિશોર બોડકેની જામીન અરજી મંજૂર કરવા રજૂઆતો દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કર્યા હતા. જે ધ્યાને લઇ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય કાવતરાખોર તરીકેના આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech