નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો પૈકી ૨૬ બેઠકો સાથે ભાજપનો ભવ્ય વિજય
કાલાવડ નગરપાલિકામાં આજે ભાજપનો વિજય વાવટો ફરકાયો છે. કાલાવડ નગરપાલિકાની ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકોમાંથી ૨૬ બેઠકો ભાજપના ફાળે ગઇ છે જ્યારે ૨ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે. કાલાવડના ઇતિહાસમાં આટલી સીટો પ્રથમ વખત આવી છે.આઝાદી સમયથી કાલાવડ નગરપાલિકા ભાજપનો ગઢ રહ્યો છે. અત્યાર સુધી એકપણ વખત કોંગ્રેસનું શાસન આવ્યું નથી. આ વખતે કાલાવડની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ મુકીને કાલાવડ નગરપાલિકાનું સૂકાન સોંપ્યું છે.
આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર ૫ માં ભાજપની જીત
કાલાવડનો વોર્ડ નંબર ૫ એ લઘુમતી સમાજની બહુમતી વિસ્તાર ધરાવતો વોર્ડ છે. આ વોર્ડમાં અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે.જો કે આ વખતે લઘુમતી સમાજે પણ ભાજપમાં વિશ્વાસ મુક્યો છે અને આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર ૫ માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.
કોંગ્રેસના તમામ પેતરાં લોકોએ ફગાંવ્યા
આ વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓએ કરેલા તમામ રાજકીય પેતરાઓ લોકોએ ફગાંવ્યા છે. કાલાવડ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્સ પ્રવિણ મુસડિયાએ જાતિવાદ અને ભાગલાવાદી નિતી અપનાવીને લોકોને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા હતા તો આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પણ કાલાવડમાં પ્રચાર કર્યો હતો પરંતુ લોકોએ વિપક્ષના તમામ એજન્ડાઓને ફગાવીને ભાજપને સમર્થન કર્યું હતું
કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ પુનમબેન માડમ, ભાજપના પૂર્વ અધ્યક્ષ આર. સી.ફળદુ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,ધારાસભ્ય રિવાબા જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા,જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ભૂમિત ડોબરિયા,શહેર ભાજપ પ્રમુખ નિરવ ભટ્ટ,પૂર્વ પ્રમુખ હસુભાઇ વોરા,ભાજપ અગ્રણી નાનજીભાઇ ચોવટીયા,વિનુભાઈ રાખોલીયાં,વલ્લભભાઇ સાંગાણી,વલ્લભભાઈ વાગડીયા,હીનાબેન રખોલીયા,તરુણભાઈ ચૌહાણ,પી.ડી.જાડેજા, કશ્યપભાઈ વૈષ્ણવ,અનુસૂચિત જાતિના જિલ્લાના મહામંત્રી મનોજ પરમાર,બાર એસોસિએશનના પ્રમુખ જયેશ વાઘાણી સહિત ભાજપના કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરીને આ પરિણામ લાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech